ગાંધીનગરઃ જિલ્લા મેલેરીયા ટીમનો સપાટો, 17 હોટલ માલિકને નોટિસ ફટકારી
વરસાદની મોસમ ચાલી રહી છે ત્યારે જિલ્લામાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ જિલ્લાની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આજે દહેગામ, માણસા, કલોલ, ગાંધીનગર તાલુકામાં મેલેરિયાની ટીમ દ્વારા હોટલોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં મચ્છરોના પોરા જોવા મળતાં 17 હોટલ માલિકોને નોટિસ ફટકારવામાં આવી હતી.
અમદાવાદઃ જિલ્લામાં કોરોના વાઇરસ કહેર મચાવ્યો છે ત્યારે મચ્છરજન્ય રોગચાળો પણ ફાટી ન નીકળે તે માટે તંત્ર દ્વારા પરસેવો પાડવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ ઝૂંબેશ હેઠળ છેલ્લાં એક સપ્તાહથી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે બાંધકામ સાઈટ, દવાખાના, ઔદ્યોગિક વિસ્તારમા અધિકારીઓ દ્વારા રેઇડ કરવામાં આવી હતી. જ્યારે આજે જિલ્લાની હોટલોમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા ન મળે તે માટે દહેગામ કલોલ માણસા અને ગાંધીનગર તાલુકામાં અધિકારીઓએ રેઇડ કરી હતી. જેમાં ગાંધીનગર તાલુકાની 155 હોટલ રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી હતી. જેમાં 1245 સંભવિત મચ્છર ઉત્પત્તિસ્થાનો જોવા મળ્યાં હતાં. ગુજરાત જેમાંથી 212 જગ્યાએ મચ્છરના પોરાં મળી આવતાં સાત હોટલ માલિકોને નોટિસ ફટકારી હતી.