- ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણતાને આરે
- માર્ચ મહિનાના અંત સુધી જાહેર થઈ શકે છે ચૂંટણી
- ચૂંટણી જાહેર થશે તો PM મોદી નહીં આવે ગાંધીનગર
ગાંધીનગર : અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગરના સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. તમામ શહેરોમાં ભાજપની સત્તા આવી છે, ત્યારે હવે ગાંધીનગર કોર્પોરેશનમાં પણ ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. રાજ્ય ચૂંટણીપંચ ગાંધીનગર કોર્પોરેશનની માર્ચ મહિનાના અંતમાં ચૂંટણી જાહેર કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
આ પણ વાંચો -રાજ્ય ચૂંટણીપંચ ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી, વોર્ડ સીમાંકનની કરી જાહેરાત
6 મેના રોજ ગાંધીનગર કોર્પોરેશનની ટર્મ પૂર્ણ થશે
ગાંધીનગર કોર્પોરેશનમાં ચૂંટાયેલી બોડેની સમય મર્યાદા 6 મેના રોજ પૂર્ણ થઇ રહી છે. તેને ધ્યાનમાં લઈને ગુજરાત ચૂંટણીપંચ દ્વારા 6 મે પહેલાં જ ચૂંટણી પૂર્ણ કરીને નવી બોડી જાહેર કરે તેવી શક્યતા છે. ત્યારે હવે માર્ચ મહિનાના અંત સુધીમાં એટલે કે ચૂંટણીના 30 દિવસ પહેલા ચૂંટણી જાહેર કરવામાં આવશે અને ગાંધીનગર શહેરમાં આચારસંહિતા લાગુ પડી જશે.
આ પણ વાંચો -આગામી 22 જાન્યુઆરીએ ગાંધીનગર કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ થશે
નવા સીમાંકનથી 11 વૉર્ડ અને 44 બેઠક થઈ
હમણાં થોડા દિવસ પહેલા જ રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટી ગાંધીનગર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવા સીમાંકનનું ચર્ચા અને બેઠક બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે ગાંધીનગર શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારનો પણ ગાંધીનગર શહેરમાં સમાવેશ થયો છે, ત્યારે હવે નવા સીમાંકન પ્રમાણે 11 વૉર્ડમા ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાશે, જેમાં કુલ 44 બેઠક રહેશે.