ગુજરાત

gujarat

ETV Bharat / city

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામાં મુદ્દે કરી સ્પષ્ટતા, ભાજપમાં જોડાવા અંગે હજુ સસ્પેન્સ - કોંગ્રેસ

રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્યોના રાજીનામાં પડતાં હોય છે ત્યારે ફરી એવું જ બન્યું છે. છેલ્લાં 2 દિવસમાં કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં છે. જેમાંથી મોરબીના કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે મેં કોઈ પક્ષ જોડે થી પૈસા નથી લીધાં. મારી મરજીથી રાજીનામું આપ્યું છે, જ્યારે ભાજપમાં જોડાશે કે નહીં તે બાબતે પણ બ્રિજેશ મેરજાએ સસ્પેન્સ યથાવત રાખ્યું હતું.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામાં મુદ્દે કરી સ્પષ્ટતા, ભાજપમાં જોડાવા અંગે હજુ સસ્પેન્સ
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામાં મુદ્દે કરી સ્પષ્ટતા, ભાજપમાં જોડાવા અંગે હજુ સસ્પેન્સ

By

Published : Jun 6, 2020, 2:28 PM IST

ગાંધીનગર : બ્રિજેશ મીરજાએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાય સમયથી પક્ષમાં તેમનું માનસન્માન જળવાતું ન હતું, અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં માનસન્માન ન જળવાતાx રાજીનામું આપવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે બ્રિજેશ મsરજાએ રાજીનામું આપતાં રાજીનામાં બદલ કરોડો રૂપિયાનો સોદો થયા હોવાની વાત પણ સામે આવી હતી. તેના જવાબમાં મેરજાએ જણાવ્યું હતું કે મેં એક પણ પૈસા કોઈ પક્ષ પાસેથી નથી લીધાં. મારા મોરબી વિધાનસભાના આગેવાનો સાથે ચર્ચા કરીને જ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે, પણ જો કોઈ સાબિત કરી આપે કે બ્રિજેશ મેરજાએ પૈસા લઈને રાજીનામું આપ્યું છે તો હું મોરબીના ચોકમાં જાહેરમાં ફાંસીએ ચડવા તૈયાર છું.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામાં મુદ્દે કરી સ્પષ્ટતા, ભાજપમાં જોડાવા અંગે હજુ સસ્પેન્સ
ઉલ્લેખનીય છે કે રાજીનામું આપતાંની સાથે જ બ્રિજેશ મેરજાને ભાજપની રૂપાણી સરકારમાં મંત્રી પદ આપવાની વાતો સામે આવી રહી છે ત્યારે બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે હું કોઈ પણ પક્ષમાં જોડાઈશ નહીં, હું અપક્ષ તરીકે જનતાની સેવા આપીશ. આવા નિવેદન સાથે જ બ્રિજેશ મેરજાએ ભાજપ પક્ષમાં જોડાવા માટે પણ સસ્પેન્સ યથાવત રાખ્યું છે, ઉપરાંત કોંગ્રેસ પક્ષને સંદેશો આપતાં મેરજાએ જણાવ્યું હતું કે જ્યાં 40 વર્ષથી કોંગ્રેસ પક્ષનો વિજય થતો ન હતો ત્યાં મેં વિજય પાવ્યો છે, કોંગ્રેસ પક્ષમાં જે નિષ્ઠાથી કામ કરે છે તેમને પ્રોત્સાહન આપો, ખોટા બણગાં ન ફૂંકો, જો તમે વ્યક્તિને પ્રોત્સાહન આપશો તો જ પક્ષનું ભવિષ્ય સારું રહેશે.

ABOUT THE AUTHOR

...view details