ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરના દોલારાણા, વાસણા તેમજ છાલા ગામમાં આવેલી પાંચ દુકાનના તાળા તોડીને તસ્કરો ફરાર

ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકની હદમાં આવેલા દોલારાણા, વાસણા તેમજ છાલા ગામમાં આવેલી પાંચ દુકાનના તાળા તોડીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચિલોડા પોલીસની હદમાં જ આ ઘટના બની હતી.

News of the theft
News of the theft

By

Published : Jun 3, 2021, 7:57 PM IST

  • CCTV મળ્યા, પરંતુ આરોપીનો પત્તો નહીં
  • ચિલોડા પોલીસ મથકની હદમાં આ ચોરી થઈ
  • બે દિવસ પછી પણ તસ્કરો પકડાયા નથી

ગાંધીનગર : પોલીસની રાત્રિ કરફ્યૂ વચ્ચે સબ સલામત હોવાના પોકળ દાવાની પોલ ખુલી ગઈ છે. આ ગામોની પાંચ દુકાનોમાંથી આશરે પોણા લાખથી વધુની મતાની ચોરી થઈ છે. જેમાં દોલારાણા વાસણા ગામે પોલીસને CCTV ફૂટેજ હાથ લાગ્યા હતા. જેનાં આધારે તસ્કરોનું પગેરૂ શોધવા તજવીજ હાથ ધરી છે.

દોલારાણા, વાસણા તેમજ છાલા ગામમાં આવેલી પાંચ દુકાનના તાળા તોડીને તસ્કરો ફરાર

આ પણ વાંચો : ભરબપોરે જ્વેલર્સની દુકાનના તાળાં તોડી 2.20 લાખના દાગીનાની ચોરી

રાત્રિ કરફ્યૂની અમલવારી માટે પોલીસ કાફલો ખડકી દેવાયો છતાં ચોરી થઈ

ગાંધીનગર જિલ્લામાં તસ્કરોની આ પ્રકારની ઘટના અવાર નવાર બની રહી છે. ગાંધીનગરમાં રાત્રિ કરફ્યૂની અમલવારી માટે પોલીસ કાફલો ખડકી દઇ સઘન પેટ્રોલીંગ કરવામાં આવતું હોય છે, પરંતુ આ ઘટનામાં પોલીસ પેટ્રોલીંગમાં સફળ સાબિત થઈ નહોતી. 1 જૂન અને 2 જૂનની વચ્ચે મધરાત્રીના લગભગ બે વાગ્યાની આસપાસ ગાંધીનગર તાલુકાના દોલારાણા વાસણા ગામે તસ્કરો ત્રાટક્યા હતા. કાળા કપડા પહેરેલા બે તસ્કરો રાત્રીના અંધારામાં ગામમાં આવેલી ત્રણ દુકાનના શટરના તાળા લોખંડના સળીયા વડે તોડીને અંદરથી રોકડ રકમ સહિતની પરચુરણ ચીજોની ચોરી કરતા હોવાનું CCTVમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

ગાંધીનગર

આ પણ વાંચો : વડોદરામાં લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલા ટ્રાફિક આયલેન્ડ તોડી પાડવામાં આવ્યો

બે કરિયાણાની દુકાન તેમજ એક જનરલ સ્ટોરમાં તસ્કરો રાત્રિ દરમિયાન ત્રાટક્યા

બે કરિયાણાની દુકાન તેમજ એક જનરલ સ્ટોરમાં તસ્કરો રાત્રિ દરમિયાન ત્રાટક્યા હતા અને ગામની ત્રણ દુકાનોમાં હાથફેરો કરીને 50 હજારથી વધુનો મુદ્દામાલ લઈ ફરાર થઇ ગયા હતા. ગાંધીનગર જિલ્લામાં ઘણા સમયથી ચોરોએ તરખાટ મચાવ્યો છે, ત્યારે પોલીસ માટે પણ માથાનો દુખાવો બની ગયો છે. અગાઉ પણ આ ગામમાં ચોરી થઈ હતી. અત્રેના ગામમાં અગાઉ એક સાથે પણ 5 ઘરના તાળા તૂટ્યાની ઘટના બની હતી. આશરે 10 લાખથી વધુની ચોરીની ઘટના બની હતી, ત્યારે આ ચોરીમાં પણ તસ્કરો હજુ સુધી ફરાર જ છે.

ABOUT THE AUTHOR

...view details