- કોરોનાની બીજી લહેર બાદ GPSC દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
- 13 જૂનના રોજ પ્રથમ પરીક્ષા યોજાઈ હતી
- ઓગસ્ટ સુધી 163 પરીક્ષાઓ યોજવાનું આયોજન
- એક બ્લોકમાં ફક્ત 24 જ વિદ્યાર્થીઓ હાજર રહી શકશે
ગાંધીનગર : કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે, ત્યારે GPSC દ્વારા ફરીથી પરિક્ષાનું આયોજન કરવામા આવ્યું છે. આ અંગે GPSCના ચેરમેનને દિનેશ દાસાએ પરીક્ષા બાબતે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આવેલા કોરોનાની બીજી લહેર ( second wave of the corona )ના કારણે કુલ 163 પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી, જ્યારે GPSC દ્વારા છેલ્લી પરીક્ષા 21 માર્ચના રોજ યોજાઇ હતી, જ્યારે હવે ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી લહેર શાંત થઇ છે, ત્યારે GPSC દ્વારા પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક પરીક્ષા 13 જૂનના રોજ પૂર્ણ કરવામાં આવી છે અને 20 જૂનના રોજ રેન્જ ફોરેસ્ટ ઓફિસરની 7 સેન્ટર પર પરીક્ષાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
5 ડિસેમ્બરથી 31 માર્ચ સુધી લીધેલી પરીક્ષાના પરિણામ જાહેર કરાયા
5 ડિસેમ્બરથી 31 માર્ચ સુધી લીધેલી પરીક્ષાના પરિણામ બાબતે દિનેશ દાસાએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર ( second wave of the corona )માં તમામ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી, ત્યારે 5 ડિસેમ્બરથી 31 માર્ચ સુધી 100 જેટલી પરીક્ષાઓ લેવામાં આવી હતી. જે તમામ પરિક્ષાઓના પરિણામ પણ આંશિક લોકડાઉનમાં તૈયાર કરીને જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ફક્ત 5 જેટલી જ પરીક્ષાના પરિણામો જાહેર કરવાના બાકી છે, આમ વર્ક ફ્રોમ હોમ અને 50 ટકા કેપેસિટી સાથે પણ 100 જેટલી પરીક્ષાના પરિણામો આંશિક લોકડાઉનમાં જાહેર કરવામાં આવ્યા છે.
પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારો માટે ડિજિટલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન