ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપના રાજ્યસભાના ઉમેદવાર રમીલાબેન બારાએ ઈટીવી ભારત સાથે કરી ખાસ વાતચીત

રાજ્યસભાની ચૂૂંટણીએ ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો લાવ્યો છે. આ દરમિયાન ભાજપના રાજ્યસભાના ઉમેદવાર રમીલાબેન બારાએ ઈટીવી ભારત સાથે ચૂંટણીની તૈયારીઓ વિશે ખાસ વાતચીત કરી છે.

Ramilaben bara
Ramilaben bara

By

Published : Jun 4, 2020, 2:19 PM IST

ગાંધીનગર: રાજ્યમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણી કોરોના મહામારીના કારણે ચૂંટણી પંચ દ્વારા રદ કરવામાં આવી હતી. જ્યારે સોમવારે કેન્દ્ર સરકાર દ્વારા અનલોકની જાહેરાત બાદ તરત જ ચૂંટણી પંચ દ્વારા 19 જૂને રાજ્યસભાની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જે બાબતે ફરી ગુજરાતમાં રાજકિય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના રાજ્યસભાના ઉમેદવાર રમીલાબેન બારાએ ઈટીવી ભારત સાથે ચૂંટણીની તૈયારીઓ વિશે ખાસ વાતચીત કરી છે.

ભાજપના રાજ્યસભા ઉમેદવાર રમીલાબેન બારાએ ETv Bharat સાથે કરી ખાસ વાતચીત
રમીલાબેન બારાએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 19 જૂનના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં રાજ્યસભાની બેઠક પરથી ભાજપના 3 ઉમેદવારો વિજયી બનશે. આ સાથે જ ભાજપની મતગણતરી બાબતે જણાવ્યું હતું કે વિપક્ષ, બિટીપી અને એનસીપીના મત માટે ખાસ રણનીતિ છે. જ્યારે આ તમામ અપક્ષ ભાજપ તરફી જ મતદાન કરશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યો તૂટવાની ઘટના પર રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ ક્યારેય ધારાસભ્યોની ખરીદી નથી કરતો. કોંગ્રેસ ફક્ત પોતાના કોથળામાંથી આક્ષેપ જ કરે છે આક્ષેપ સિવાય તેમની પાસે હવે કંઈ નથી. જ્યારે જેટલા ધરાસભ્યોએ રાજીનામાં આપ્યા છે તે તેમના વિસ્તારમાં વિકાસના કામ થાય તે માટે રાજીનામાં આપ્યા છે.

ABOUT THE AUTHOR

...view details