ગુજરાત

gujarat

ETV Bharat / city

રોજગારની તકોની માહિતી નવયુવાનોને ફેસબુક, ટેલિફોનથી આપવામાં આવી રહી છે

રોજગાર કચેરી દ્વારા કારકિર્દીને મૂંઝવતા પ્રશ્નો, વિદેશ અભ્યાસ અને રોજગારની તકોની માહિતી નવયુવાનોને ફેસબુક તથા ટેલિફોન માધ્યમથી આપવાનો નવતર અભિગમ જિલ્લા રોજગાર કચેરી ગાંધીનગર દ્વારા કરાયો છે.

By

Published : May 21, 2021, 7:00 AM IST

gandhinagar
gandhinagar

  • જિલ્લા રોજગાર કચેરી ગાંધીનગર દ્વારા અપાઈ છે માહિતી
  • એક ફોન કરી માહિતી મેળવી શકશે યુવાનો
  • હાલમાં કોવિડ-19ના સંક્રમણને કારણે આ નિર્ણય

ગાંધીનગર: હાલમાં કોવિડ-19ના સંક્રમણને કારણે રૂબરૂ સેવાઓનો લાભ લેવો કઠીન બની ગયો છે. જેથી સરકારની વિવિધ સેવાઓના લાભથી કોઇપણ યુવાધન વંચિત ન રહે તે માટે આવા સમયમાં યુવાનો અને રોજગારવાંચ્છુઓ ઘરમાં સુરક્ષિત રહીને રોજગાર કચેરીની વિવિધ સેવાઓ ઘરે બેઠા મેળવે તેવી સુચારું વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: યુવાઓની રાહબર બનતી અમદાવાદ રોજગાર કચેરી, એક વર્ષમાં 38 હજારથી વધુ યુવાઓને મળી રોજગારી

કારકિર્દીને મુંઝવતા પ્રશ્નો , વિદેશમાં અભ્યાસ અને રોજગારીની તકો કે પછી સ્વરોજગારની માહિતી મળશે

જિલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર દ્વારા વિવિધ વિષયો પર ટેલીફોનીક, ફેસબુક તેમજ ઓનલાઇન વેબિનાર દ્વારા માહિતી આપવામાં આવી રહી છે. જેમાં વિદ્યાર્થીઓ કે રોજગારવાંચ્છુઓ પોતાની શૈક્ષણિક લાયકાત અનુરૂપ રોજગારમેળાઓ દ્વારા રોજગારી મેળવી શકે તથા રોજગાર કચેરીમાં પોતાની નામ નોંધણી કેવી રીતે કરાવી શકે છે. તેમની કારકિર્દીને મુંઝવતા પ્રશ્નો , વિદેશમાં અભ્યાસ અને રોજગારીની તકો કે પછી સ્વરોજગાર યોજનાઓની માહિતી મેળવવી હોય જેવી તમામ સેવાઓ અંગેનું માર્ગદર્શન માત્ર એક ફોન કોલ પર રોજગાર કચેરીના તજજ્ઞ કેરિયર કાઉન્સેલરો તેમજ ઓવરસીઝ માર્ગદર્શન કેન્દ્ર, અમદાવાદના તજજ્ઞ કાઉન્સેલર દ્વારા વિનામુલ્ય મેળવી શકશે.

આ પણ વાંચો:મહીસાગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓનલાઇન વર્ચ્યુઅલ મેગા જોબફેરનું આયોજન

આ નંબર અને FB પેજ પર મળશે તમામ પ્રકારની માહિતી

આ અંગેની વ્યવસ્થા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવી છે. આ સેવાઓનો લાભ લેવા માંગતા ઉમેદવારો અને વિદ્યાર્થીઓએ ફોન નંબર 6357390390 નંબર પર માત્ર એક ફોન કરવાનો રહેશે. તથા રોજગાર કચેરીના ફેસબુક પેજ www.facebook.com/mccgandhinagar.govt ને લાઈક કરવાનું રહેશે. જેથી તમામ વિદ્યાર્થીઓ અને રોજગારવાંચ્છુઓ નિયમિત રોજગાર સંબંધિત માહિતી મેળવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details