- કેન્દ્રીય ગૃહ પ્રધાનની સભામાં સાપનું બચ્ચું નીકળ્યું
- પાનસરની સભા સાપનું બચ્ચું નીકળતા લોકોમાં દોડધામ મચી
- અમિત શાહે ઘટના અંગે ટીપ્પણી કરી
ગાંધીનગર : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Amit Shah) સૌપ્રથમ ગાંધીનગર રેલ્વે સ્ટેશનની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમને ટી સ્ટોલ લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેઓ પાનસર ખાતે પણ પહોંચ્યા હતા જ્યાં તેમની સભા શરૂ થવાની હતી એ પહેલાં જ સભામાં ખુશીઓ નીચેથી સાપનું બચ્ચું બહાર નીકળતા ત્યાં હાજર ગ્રામજનો અને પોલીસએ સાપના બચ્ચાને તકેદારી પૂર્વક પકડી પાડ્યું હતું. જો કે લોકોમાં તેને લઈને ડર પણ જો આ મળતા દોડધામ મચી હતી.
બચ્ચાંને પકડીને અવાવરૂં જગ્યામાં છોડાયું
સભા સ્થળ પર મોટી સંખ્યામાં ખુરશીઓ મૂકવામાં આવી હતી. ત્યાં જગ્યા પર ખુલ્લી જગ્યા આજુબાજુ હોવાથી સાપનું બચ્ચું સભા સ્થળ પર જ ખુશીઓ નીચેથી નીકળ્યું હતું. ગ્રામજનો અને હાજર પોલીસે સાપના બચ્ચાંને ખુરશીથી બહાર કાઢી ઉપર કપડું નાખી પકડી લીધું હતું અને ત્યાંથી પકડી સાપના બચ્ચાને અવાવરૂ જગ્યા પર છોડવામાં આવ્યું હતું. સાપના બચ્ચાને પકડ્યા બાદ ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો અને સભા શરૂ થઈ હતી. ત્યાર બાદ અમિત શાહે સભાને સંબોધન કર્યું હતું.