ગાંધીનગરઃ ડૉક્ટરને ભગવાન ગણવામાં આવે છે પરંતુ ક્યારેક ભગવાનથી પણ ભૂલ થઈ જાય છે ત્યારે ૨૯ માર્ચના રોજ જન્મેલી દીકરીના માતા પિતા રોગ સામે રક્ષણ આપવા માટે સરકારી હોસ્પિટલમાં રસી મૂકાવે છે પરંતુ તેના થોડા કલાકો બાદ આ દીકરીનો પગ એટલો સૂઝી જાય છે કે તેને પુનઃ સારવાર આપવાની જરૂરિયાત ઊભી થાય છે.
હેપી ડૉક્ટર ડે: 3 હોસ્પિટલથી નિરાશ થયેલી બે મહિનાની બાળકીને નવજીવન બક્ષ્યું - Gandhinagar Hospitals
ગાંધીનગર શહેરના સેક્ટર-26મા રહેતા એક પરિવારના ઘરે લક્ષ્મી સ્વરૂપે દીકરીનો જન્મ થયો હતો. પરિવાર પણ દીકરીના જન્મને લઇને ખુશ હતું, પરંતુ બીમારીઓ આ દીકરી ઉપર હાવી ન થાય તે માટે સરકારી હોસ્પિટલમાં રસી મુકાવી હતી, ત્યારબાદ એવું બન્યું કે દીકરીનો પગ સૂજી ગયો અને લાચાર માતા-પિતાને હોસ્પિટલોમાં સારવાર માટે ભટકવું પડયું હતું. એવા સમયે એક ખાનગી હોસ્પિટલના તબીબ દીકરીની સારવાર માટે આગળ આવ્યાં અને સંપૂર્ણ રીતે ફેલ થઈ ગયેલા પગનું ઓપરેશન કરી આજે ડૉક્ટર દિવસે તેને નવજીવન બક્ષ્યું હતું.
માતાપિતા તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઇને આવે છે પરંતુ બે દિવસ સારવાર આપ્યાં બાદ હાથ ઊંચા કરી દેવામાં આવ્યાં હતાં. અનુભવી લોકોના જણાવ્યા બાદ તેને ગાંધીનગર પાસે આવેલી ખાનગી આશકા હોસ્પિટલમાં લઇ જવામાં આવીે પરંતુ ત્યાં પણ સારવાર કર્યા બાદ બીમાર દીકરીની તબિયત વધારે બગડી જાય છે.
રાજ્યની કહેવાતી નાની સંસ્થાઓમાં જો સારવાર કરાવવામાં આવે તો લાચાર માતાપિતાને પોતાનું ઘર પણ વેચવું પડે તેટલો ખર્ચ આવી શકતો હતો. પરંતુ તબીબે માનવતાનું ઉદાહરણ પૂરું પાડી નિસ્વાર્થ ભાવે સારવાર કરી આ બે મહિનાની બાળકી ઉપર સફળ સર્જરી કરી હતી.