ગુજરાત

gujarat

ETV Bharat / city

Department of Energy Exam Irregularities Report : ઊર્જાવિભાગ ભરતી કૌભાંડનો રીપોર્ટ સરકારને સોંપાયો, તારણ જાણો - ઊર્જાવિભાગની ભરતી કૌભાંડનો રીપોર્ટ

ગુજરાત સરકારના ઊર્જાવિભાગ ભરતી પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપોની તપાસનો રીપોર્ટ સરકારને સોંપાયો છે. તપાસ કમિટીએ તેમાં (Department of Energy Exam Irregularities Report ) શું તારણ આપ્યું તે જાણો આ અહેવાલમાં.

Department of Energy Exam Irregularities Report :  ઊર્જાવિભાગ ભરતી કૌભાંડનો રીપોર્ટ સરકારને સોંપાયો, તારણ જાણો
Department of Energy Exam Irregularities Report : ઊર્જાવિભાગ ભરતી કૌભાંડનો રીપોર્ટ સરકારને સોંપાયો, તારણ જાણો

By

Published : Feb 9, 2022, 8:52 PM IST

ગાંધીનગર : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેડ કલાર્ક પરીક્ષા પેપર ફૂટયું હોવાની જાહેરાત આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ કરી હતી. ત્યારબાદ સરકારે તપાસ કમિટી રચીને પેપર ફૂટયું હોવાનું કબૂલ્યું હતું. તેના ગણતરીના દિવસો બાદ ફરીથી યુવરાજસિંહ જાડેજાએ ઊર્જાવિભાગમાં છેલ્લા પાંચ વર્ષમાં કઈ કઈ ગેરરીતિ થઈ છે અને કોણ ખોટી રીતે નોકરી કરી રહ્યાં છે તે અંગેની વિગતો આ ઉપરાંત જે પરીક્ષા લેવાઇ રહી છે તેમાં પણ 21લાખ (Department of Energy Online Paper Leak ) રૂપિયા આપીને પરીક્ષાર્થીઓ સેટિંગ કરી રહ્યા હોવાનો (GETCO Exam Paper Leak 2022 ) આક્ષેપ કર્યો હતો. જે બાબતે રાજ્ય સરકારે ફરીથી તાત્કાલિક ધોરણે કમિટી રચીને તપાસના આદેશ આપ્યા હતાં. જેનો રીપોર્ટ (Department of Energy Exam Irregularities Report ) આજે રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો છે..

રીપોર્ટથી નિરાશ યુવરાજસિંહે કેટલાક સવાલ કર્યાં હતાં

શું છે રીપોર્ટમાં

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારની ખાસ કમિટીએ રીપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં યુવરાજસિંહ જાડેજાએ જેટલા પણ વ્યક્તિઓ વિરુદ્ધ આશંકા અને આક્ષેપ કર્યા હતાં તે તમામ લોકોની રાજ્ય સરકારે (Energy department recruitment scam report) તપાસ કરી છે. તેમાં કોઈપણ વ્યક્તિ નોકરીમાં ગેરકાયદે જોડાયો નથી. આ ઉપરાંત જે પરીક્ષાઓ જાન્યુઆરીમાં લેવાની હતી તે પણ ખાસ સિક્યુરિટીની અંદર જ લેવામાં આવી છે. આમ યુવરાજસિંહ જાડેજાએ જે પણ આક્ષેપ (GETCO Exam Paper Leak 2022 ) કર્યા હતાં તે આક્ષેપ પુરાવા વગર હોવાનું સાબિત રીપોર્ટમાં (Department of Energy Exam Irregularities Report ) થયું છે.

નથી થઈ કોઈ ગેરરીતિ

સરકારી ભરતી અને વિવાદ બંને પર્યાય બની ગયા છે ત્યારે ઊર્જાવિભાગની ભરતીમાં કથિત ગેરરીતિ થયાના આક્ષેપ થોડાં સમય અગાઉ લગાવાયા હતાં. ત્યારે આ સમગ્ર મામલે જીયુવીએનએલ દ્વારા સરકારને રીપોર્ટ સોંપાયો છે. આ રીપોર્ટમાં કોઈ જ ગેરરીતિ નથી થઈ તેવો ઉલ્લેખ (Department of Energy Exam Irregularities Report ) કરાયો છે.

આ પણ વાંચોઃ Department of Energy Online Paper Leak: પરીક્ષા પાસ કરાવવા 22 લાખની લાંચ લેવાઇ હોવાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ

નામ ખોટા

ઊર્જાવિભાગની ભરતીમાં ખોટી રીતે ભરતી થયેલા તેમજ ગેરરીતિમાં સંડોવાયેલા લોકોના નામ પણ વિદ્યાર્થી નેતા દ્વારા જાહેર કરાયાં હતાં. જો કે સરકારને સોંપવામાં આવેલા રીપોર્ટમાં તપાસ (GETCO Exam Paper Leak 2022 ) દરમિયાન આવા કોઈ જ વ્યક્તિ પણ નથી મળ્યાં તેવો પણ ઉલ્લેખ (Department of Energy Exam Irregularities Report )કરાયો છે.

આ પણ વાંચોઃ GETCO Exam Paper Leak 2022: શું પરીક્ષા રદ થશે? જીતુ વાઘાણીએ આપી પ્રતિક્રિયા, યુવરાજના આક્ષેપોનો પણ આપ્યો જવાબ

સરકારે કઈ રીતે કરી તપાસ

કમિટી દ્વારા રાજ્ય સરકારને ઊર્જાવિભાગની ભરતી બાબતે રીપોર્ટ (Department of Energy Exam Irregularities Report )સોંપી દેવામાં આવ્યો છે ત્યારે જે આક્ષેપ યુવરાજસિંહ જાડેજા કર્યા હતાં તેને ધ્યાનમાં લઈને આજે ફરીથી યુવરાજસિંહ જાડેજાએ પોતાની વીડિયો ક્લિપમાં પ્રશાસનને સવાલ કર્યા હતાં. કે સરકારે અને કમિટીએ (GETCO Exam Paper Leak 2022 ) કઈ રીતે તપાસ કરી છે અને જ્યારે ફરિયાદી હું હતો અને મને એક પણ વાર હજી સુધી પૂછવામાં આવ્યું નથી. મારી પાસેથી એક પણ પ્રાથમિક પુરાવા પણ લેવામાં આવ્યા નથી. તો કઈ રીતે તપાસ કરવામાં આવી તે બાબતે સરકાર સમક્ષ પ્રશ્ન રજૂ કર્યા હતાં. આ સાથે જ રાજ્ય સરકાર અને સત્તાધીશો નિષ્પક્ષ તપાસ કરવા ઇચ્છતા ન હોવાનો આક્ષેપ પણ યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details