ગાંધીનગર : રાજ્યના પોલીસ વડાને ઇટીવી ભારત તરફથી બરોડામાં કેસ વધુ છે તેમ છતાં પણ કોઈ પણ વિસ્તારમાં કરફ્યુ મુકવામાં આવ્યો નથી તેના જવાબ ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે આ બાબતે બરોડા પોલીસ કમિશનર સાથે ટેલિફોનિક વાત થઈ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે અહીંયા કરફ્યુની જરૂર નથી. લોક ડાઉનનો સંપૂર્ણ પણે અમલ થઈ રહ્યો છે અને આરોગ્યની ટીમ દ્વારા પર વધુ પ્રમાણમાં ટેસ્ટિંગ થઈ રહ્યાં છે. જ્યારે અમદાવાદ અને સૂરતના જે વિસ્તારમાં કારફ્યુ મુકવામાં આવ્યો છે તેમાં આરોગ્યની ટીમ દ્વારા વધુ ઝડપ થી ટેસ્ટિંગ કરવામાં આવે અને સંક્રમણ ઓછું થાય તે માટે જ કરફ્યુ મૂકવામાં આવ્યો છે. આમ, આરોગ્યની ટિમ વધુ પ્રમાણમાં ટેસ્ટિંગ કરી શકે તે માટે જ કરફ્યુ ઓપ્શન સિલેક્ટ કરવામાં આવ્યો છે.
જ્યારે ડીજીપી શિવાનંદ ઝાએ પોલીસ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓને પૂરતો સહકાર આપવો જોઈએ તેવી પણ વિનંતી પણ કરી હતી. સાથે જ સૂરતમાં જે 5 વિસ્તારમાં કરફ્યુ મુકવામાં આવ્યા છે તેમાં વધુ પોલિસ ફોર્સ તરીકે 2 એસપી, 2 ડીવાયએસપી અને એસ.આર.પી.ની ટુકડી મુકવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારા ખાનગી સોસાયટી અને ફ્લેટના સીસીટીવી ચેક કરવાની જાહેરાત કરી હતી. જેમાં ગાંધીનગરમાં આવું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 5 જેટલા કેસો નોંધવામાં આવ્યાં છે. ઉપરાંત અમદાવાદમાં કરફ્યુ ભંગમાં 26 ગુનાઓ નોંધવામાં આવ્યાં છે. સાથે જ લોક ડાઉન દરમિયાન લટાર મારવા નીકળેલા લોકોના વાહનો જપ્ત કરવામાં આવ્યા હતાં તે હવે છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા ગુનાઓ |