- રાજયના ફાયનાન્સ પ્રધાને સ્વર્ણિમ સંકુલ 1માં ચાર્જ ગ્રહણ કર્યો
- પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવવા બાબતે કરી ટિપ્પણી
- ઊર્જા વિભાગની સબસિડી બાબતે પણ કરવામાં આવશે નિર્ણય
- પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવવા કાઉન્સિલ નિર્ણય કરશે
ગાંધીનગર : સમગ્ર દેશમાં છેલ્લાં કેટલાય દિવસથી પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સમાવવા માટેની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે 17 સપ્ટેમ્બરના રોજ મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનેક રાજ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ બાબતે આજે રાજ્યના નાણાં પ્રધાન કનુ દેસાઇએ ચાર્જ સંભાળતા પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સમાવવા બાબતે કનુ દેસાઇએ જણાવ્યું હતું કે જીએસટીમાં કોઈપણ પ્રોડક્ટ કે સર્વિસનો સમાવેશ કરવા માટે કાઉન્સિલનો નિર્ણય જે રાખવામાં આવે છે જ્યારે તમામ રાજ્યો સાથે સલાહ સૂચન કર્યા બાદ જ આખરી નિર્ણય કરવામાં આવે છે. ત્યારે જીએસટી કાઉન્સિલ તરફથી સૂચના આવશે તો ગુજરાતમાં પણ પેટ્રોલ-ડીઝલને જીએસટીની અંદર સમાવી લેવામાં આવશે.
ઊર્જા વિભાગની બંધ થયેલ સબીસિડી બાબતે નિર્ણય કરવામાં આવશે
રાજ્ય સરકારે જાહેર કરેલી સૂર્ય ઉર્જા રૂફટોપ યોજનામાં અનેક મહિનાઓથી રાજ્ય સરકારે સબસિડી આપી નથી ત્યારે અનેક લોકો સબસિડી બાબતે રાજ્ય સરકારને સવાલ કરી રહ્યાં છે ત્યારે આના જવાબમાં રાજ્યના ઊર્જાપ્રધાન કનુભાઇ દેસાઇએ ETV ભારત સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે ઊર્જા વિભાગની બંધ થયેલી સબસિડી બાબતે અધિકારીઓ જોડે બેઠક કરીને આખરી નિર્ણય કરવામાં આવશે પરંતુ સબસિડીને લઈને કોઈ પણ પ્રકારનું કોઈને નુકસાન નહીં થાય. આ બાબતે પણ તાત્કાલિક ધોરણે નિર્ણય કરવામાં આવશે.