ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 45થી વધુ વયના લોકો માટે Corona Vaccination Campનું આયોજન કરાયું

ગાંધીનગર મહાનગરપાલિકા ( Gandhinagar Municipal Corporation ) દ્વારા લોકોની જરૂરિયાત મુજબ કેમ્પ કરી વેક્સિનેશન ડ્રાઇવ ( Vaccination drive ) ચલાવવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર મનપા અને સેક્ટર 5 વસાહત મહામંડળ દ્વારા વેક્સિન માટે કેમ્પ યોજાયો હતો.

Corona Vaccination Camp
Corona Vaccination Camp

By

Published : Jun 7, 2021, 9:19 PM IST

  • ગાંધીનગર મહાનગરપાલિકા અને સેકટર 5 વસાહત મહામંડળ દ્વારા યોજાયો કેમ્પ
  • સેક્ટર 5માં લોકોએ ગાંધીનગર મહાનગરપાલિકાના કેમ્પમાં લીધી રસી
  • ગાંધીનગર મહાનગરપાલિકા 45થી વધુ ઉંમરના માટે કરે છે કેમ્પનું આયોજન

ગાંધીનગર : સેક્ટર 5ના વસાહતીઓ જે 45 વર્ષથી વધુ ઉમરના છે અને જેમને કોરોનાની વેક્સિન લેવાની બાકી છે, તેવા વસાહતીઓને ઘર આંગણે જ કોરોના વેક્સિન ( corona vaccine ) આપવામાં આવી હતી. સોમવારના રોજ સવાર 10થી 5 કલાક દરમિયાન સેક્ટર 5 સરકારી દવાખાના ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પ ( Corona Vaccination Camp )નું આયોજન કરવામાં આવ્યું હતું.

વસાહત મંડળના હોદ્દેદારો દ્વારા લોકોને કોરોના રસી લેવા માટે જાગૃત કરાયા

કોરોના વેક્સિનેશન કેમ્પ ( Corona Vaccination Camp )નુ આયોજન કરનારા વસાહત મંડળના હોદ્દેદારો કેશરીસિંહ બિહોલા, નરેશ પરમાર, વિનોદ ભટ્ટ, ધનશ્યામસિંહ ગોલ, કાનજી દેસાઈ, સહિતના હોદ્દેદારોએ કોરોના વેક્સિન ( corona vaccine ) લેવાની હોય તેવા વસાહતીઓનો સંપર્ક કરી ઘર આંગણે લાભ લેવા માટે સમજાવી કોરોના વેક્સિનેશન કેમ્પ ( Corona Vaccination Camp )ને સફળ બનાવવ્યો હતો અને પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકા ( Gandhinagar Municipal Corporation ) દ્વારા પણ કોરોના વેક્સિનેશન કેમ્પ ( Corona Vaccination Camp )માં પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો.

GMC દ્વારા 45થી વધુ વયના લોકો માટે Corona Vaccination Campનું આયોજન કરાયું

લોકોની માગને જોતા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનેશન કેમ્પ ( Corona Vaccination Camp )નું આયોજન

ગાંધીનગર મહાનગરપાલિકા ( Gandhinagar Municipal Corporation ) દ્વારા જો વધુ લોકોને એક જ વિસ્તારમાં કોરોના વેક્સિનની જરૂર હોય અને તેમને આ સંદર્ભે જાણ કરવામાં આવે છે, તો કોરોના વેક્સિનેશન કેમ્પ ( Corona Vaccination Camp ) કરીને કોરોના વેક્સિન આપવામાં આવે છે. જેથી ગાંધીનગરમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકો આ પ્રકારની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ગાંધીનગર મહાનગરપાલિકા( Gandhinagar Municipal Corporation )ને જાણ કરતા તેમને કોરોના વેક્સિન ( corona vaccine ) જરૂરથી મળે છે. સેક્ટર 5માં વસાહત મંડળ દ્વારા આ પ્રકારનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા ( Gandhinagar Municipal Corporation )ના સહયોગથી કરાતા એક જ દિવસમાં 99 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details