ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં કોરોનાનાં નવા 1185 પોઝિટિવ કેસ, 1329 ડિસ્ચાર્જ, 11 મોત, કુલ કેસ 1,56,283

રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસનો કુલ આંકડો દોઢ લાખ પાર થઈ ગયો ગયો છે. ત્યારે 24 કલાકમાં નવા 1185 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 11 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 1,56,283 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. જોકે, છેલ્લાં  24 કલાકમાં રાજ્યમાંથી આજે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, 1329 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.

રાજ્યમાં કોરોનાનાં નવા 1185 કેસ, 1329 ડિસ્ચાર્જ, 11 મોત, કુલ 156283
રાજ્યમાં કોરોનાનાં નવા 1185 કેસ, 1329 ડિસ્ચાર્જ, 11 મોત, કુલ 156283

By

Published : Oct 15, 2020, 7:50 PM IST

ગાંધીનગરઃ ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 176, અમદાવાદ કોર્પોરેશન 168, રાજકોટ કોર્પોરેશન 75, સુરત 73, વડોદરા કોર્પોરેશન 77, જામનગર કોર્પોરેશન 59, મહેસાણા 33, વડોદરા 42, રાજકોટ 34, કચ્છ 31, ભરૂચ 28, અમરેલી 24, ગાંધીનગર કોર્પોરેશન 24, જામનગર 23, પંચમહાલ 23, પાટણ 23, બનાસકાંઠા 22, જુનાગઢ 20, ગાંધીનગર 19, મોરબી 19, અમદાવાદ 18, સુરેન્દ્રનગર 18, ભાવનગર કોર્પોરેશન 15, ગીર સોમનાથ 14, જૂનાગઢ કોર્પોરેશન 14, નર્મદા 14, આણંદ 13, સાબરકાંઠા 13, મહીસાગર 10, અરવલ્લી 9, દાહોદ 8, બોટાદ 7, દેવભૂમિ દ્વારકા 7, ખેડા 7, નવસારી 7, છોટાઉદેપુર 6, તાપી 5, ભાવનગર 4, પોરબંદર 2 અને વલસાડમાં 1 કેસ સામે આવ્યો છે.

86 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે
આ ઉપરાંત 86 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3609 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 39,655 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યાં છે. સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 176 કેસ સામે આવ્યાં છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 73 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 249 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details