રાજ્યમાં કોરોનાના નવા 1430 પોઝિટિવ કેસ, 1316 ડિસ્ચાર્જ, 17 મોત, કુલ આંકડો 1,24,767 - કોરોના અપડેટ ઓફ ગુજરાત
રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવો વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 1 લાખને પાર થઈ ગયો છે. ત્યારે 24 કલાકમાં નવા 1,430 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 17 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 1,24,767 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં 1,316 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.
ગાંધીનગરઃ રાજ્ય કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 179, અમદાવાદ કોર્પોરેશન 157, રાજકોટ કોર્પોરેશન 101, સુરત 111, વડોદરા કોર્પોરેશન 95, જામનગર કોર્પોરેશન 100, મહેસાણા 60, બનાસકાંઠા 52, રાજકોટ 42, વડોદરા 42, અમરેલી 32, મોરબી 29, પંચમહાલ 28, ભાવનગર કોર્પોરેશન 27, કચ્છ 27, સુરેન્દ્રનગર 27, ગાંધીનગર કોર્પોરેશનની 25, જામનગર 23, ગાંધીનગર 22, અમદાવાદ 20, પાટણ 20, જૂનાગઢ કોર્પોરેશન 19, જૂનાગઢ 18, સાબરકાંઠા 16, ગીર સોમનાથ 15, મહીસાગર 14, ભરૂચ 13, બોટાદ 13, આણંદ 12, દાહોદ 12, નર્મદા 12, ભાવનગર 11, ખેડા 10, અરવલ્લી 9, દેવભૂમિ દ્વારકા 9, પોરબંદર 9, નવસારી 7, છોટાઉદેપુર 5, વલસાડ 5 અને તાપીમાં 2 કેસ સામે આવ્યા છે.