ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમા કોરોનાના નવા 1330 પોઝિટિવ કેસ, 1276 ડિસ્ચાર્જ, 15ના મોત, કુલ આંકડો 1,05,671 - કોરોના અપડેટ ઓફ ગુજરાત

રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવો વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 1 લાખને પાર થઈ ગયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નવા 1330 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 15 દર્દીનાં મોત થયા છે.

Gujarat corona update
Gujarat corona update

By

Published : Sep 7, 2020, 9:55 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં કોરના વાઇરસના કુલ 1,05,671 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં કુલ 1276 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી. તેમજ આજે કોરોનાના કુલ 1330 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 175, અમદાવાદ કોર્પોરેશન 149, સુરત 111, રાજકોટ કોર્પોરેશન 96, જામનગર કોર્પોરેશન 94, વડોદરા કોર્પોરેશન 91, રાજકોટ 52, વડોદરા 37, કચ્છ 35, સુરેન્દ્રનગર 35, ભાવનગર કોર્પોરેશન 31, પંચમહાલ 30, મોરબી 27, અમરેલી 24, અમદાવાદ 23, મહેસાણા 22, ભરૂચ 20, ગાંધીનગર 20, બનાસકાંઠા 19, જુનાગઢ 19, પાટણ 19, દાહોદ 18, જુનાગઢ કોર્પોરેશન 17, ગીર સોમનાથ 15, ગાંધીનગર કોર્પોરેશન 14, તાપી 14, જામનગર 13, નવસારી 13, આણંદ 12, દેવભૂમિ દ્વારકા 12, ભાવનગર 11, સાબરકાંઠા 11, ખેડા 9, નર્મદા 9, બોટાદ 7, વલસાડ 7, છોટાઉદેપુર 6, પોરબંદર 6, અરવલ્લી 3, મહીસાગર 3 અને ડાંગમાં 1 કેસ સામે આવ્યો છે.આ ઉપરાંત 89 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 3123 લોકોના મોત થયાં છે. જ્યારે રાજ્યના અમદાવાદમાં સૌથી વધું 32,696 કેસ થયાં છે. સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 175 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 111 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 286 સામે આવ્યાં છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details