ગાંધીનગરઃગુજરાતમાં કોરોનાના કેસો ઘટવાનું નામ લઇ રહ્યાં નથી, ત્યારે આજે 371 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 12910 પહોંચી ગઈ છે. જ્યારે આજે વધુ 24 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 773 પહોંચ્યો પર છે.
ગુજરાતમાં ગુરુવારે કોરોનાના 371 નવા કેસ, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 12910 થઈ
ગુજરાતમાં કોરોનાના કેસો ઘટવાનું નામ લઇ રહ્યાં નથી, ત્યારે આજે 371 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 12910 પહોંચી ગઈ છે. જ્યારે આજે વધુ 24 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 773 પહોંચ્યો પર છે.
કોરોનાની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આજે વધુ 269 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5488 દર્દીઓ સાજા થઇ ઘરે ગયાં છે.
આજે અમદાવાદમાં 233, સુરતમાં 34, વડોદરામાં 24, મહેસાણામાં 13, બનાસકાંઠામાં 11, મહીસાગરમાં 9, અરવલ્લીમાં 7, ગીર-સોમનાથમાં 6, ગાંધીનગરમાં 5, કચ્છમાં 4, જામનગર, સાબરકાંઠા અને દાહોદમાં 3-3, નર્મદા અને જૂનાગઢમાં 2-2, પંચમહાલ, ખેડા, પાટણમાં 1-1 જ્યારે અન્ય રાજ્યમાં 3 નવા કેસ નોંધાયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 166152 ટેસ્ટ કરાયા છે. જેમાંથી 153242 નેગેટિવ, જ્યારે 12910 ટેસ્ટ પોઝિટિવ આવ્યાં છે. આ 12910 પોઝિટિવ ટેસ્ટમાંથી 52 વેન્ટિલેટર પર અને 6597ની હાલત સ્થિર છે.