ગાંધીનગર : રાજ્યમાં કોરોના કેસમાં હવે ધીમે ધીમે રોજ 20 થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 244 કેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હવે કુલ એક્ટિવ કેસ 1374 થયા છે. વેન્ટિલેટર ઉપર 05 દર્દીને રાખવામાં આવ્યા છે. 1369 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. અત્યારસુધીમાં 10,946 મૃત્યુ નોંધાયા થયા છે. આજે 131 દર્દીઓને રજા આપવામાં આવી છે. આજે એક પણ દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ નોંધાયું નથી.
કોર્પોરેશન વિસ્તારમાં આજે તારીખ 19 જૂનના રોજ અમદાવાદમાં 117, સુરત કોર્પોરેશનમાં 32, બરોડા કોર્પોરેશનમાં 29, રાજકોટમાં 10, ભાવનગર કોર્પોરેશનમાં 05, ગાંધીનગરમાં 03, જામનગરમાં 03 કેસ નોંધાયા છે. જિલ્લાઓમાં જોવા જઇએ તો, સુરત 06, વલસાડ 06, બરોડા 05, ભરૂચ 04, સુરેન્દ્રનગર 04,અમદાવાદ 03, આણંદ 03, ગાંધીનગર 03, મહેસાણા 03, નવસારી 03, ખેડા 02, ભાવનગર 01, જામનગર 01, ક્ચ્છમાં 01 કેસ સામે આવ્યો છે.
કોરોના સામે રસીકરણ પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે. આજે 19 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 10,937 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિકોશન ડોઝમાં 7714, સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,08,64,466 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.