- વિધાનસભા 2022ની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ નેતાઓની મળી બેઠક
- વિપક્ષ નેતા પરેશ ધાનાણીના નિવાસ સ્થાને મળી બેઠક
- વિધાનસભાની ચૂંટણીનો રોડમેપ બાબતે પ્રાથમિક ચર્ચા
ગાંધીનગર : વર્ષ 2022 સુધી વિધાનસભાની ચૂંટણીને હજી 15 મહિનાની વાર છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 15 જૂનના રોજ ભાજપના ધારાસભ્યોની બેઠક બાદ આજે બુધવારે કોંગ્રેસના આગેવાન નેતાઓ વચ્ચે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના નિવાસસ્થાન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીના રોડમેપ બાબતે પ્રાથમિક ચર્ચાઓ કરવામાં આવી હોવાનું નિવેદન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આપ્યું હતુ. જ્યારે કેમપેયીન, ઉમેદવારીની પસંદગી આ તમામ મુદ્દે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી છે. જ્યારે આવનારા સમયમાં આ બેઠક ફરીથી મળશે.
વિધાનસભા 2022નો રોડ મેપ બાબતે પ્રાથમિક ચર્ચા
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, વર્ષ 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણીઓના ભાગરૂપે આજે બુધવારે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક ધોરણે તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસ વર્ષ 2020માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કયા મુદ્દાઓને લઈને પ્રજા સમક્ષ જશે, તે બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
કોવિડ-19માં મૃત્યુ પામનારા સ્વજનોના પરિવારની મુલાકાત લેવાશે
અમિત ચાવડા વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાથી જે વ્યક્તિના મૃત્યુ થયા છે, તેવા તમામ લોકોના પરિવાર સાથે કોંગ્રેસના નેતાઓ મુલાકાત કરશે અને સાંત્વના પાઠવશે. ગુજરાત સરકાર પર અમિત ચાવડાએ આક્ષેપ કર્યા હતા કે, જેટલા મોત કોરોના કરતાં વધારે મોત તો ગુજરાત સરકારના કામગીરીના સંકલનના અભાવે થયા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ કાર્યક્રમ આવનારા 7 દિવસમાં જાહેર કરવામાં આવશે.
ક્યાં મુદ્દાઓ પ્રાથમિક તબક્કે કર્યા તૈયાર