- ગાંધીનગરમાં એક કલાક બંધ રહ્યા સીએનજી પંપ
- ચાર વર્ષથી ડીલર એસોસીએશન કમિશન વધારવાની માંગ કરે છે
- કેટલાક પેટ્રોલ પંપ ગુરુવાર દરમિયાન એક કલાક ચાલુ પણ રહેતા હોય છે
ગાંધીનગર : પેટ્રોલ, ડીઝલ, સી.એન.જી.માં કમિશન વધારવાની માંગ ગુજરાત ભરમાં પેટ્રોલ-ડીઝલ અને સીએનજી પંપ ચલાવતા માલિકો દ્વારા કરવામાં આવી રહી છે. જેને લઇને એસોસિએશન દ્વારા અમદાવાદમાં ધરણા પણ ચાલી રહ્યા છે, ત્યારે દર ગુરુવારે હવેથી એક કલાક સીએનજી પંપ બંધ રાખવા એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું છે. જેથી ગાંધીનગરમાં પણ આજના દિવસે સીએનજી પંપ એક કલાક બંધ રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો- આજે સતત 31મા દિવસે પણ Petrol-Dieselની કિંમત સ્થિર, સરકારે સામાન્ય લોકોને આપ્યો ઝટકો
દર ગુરૂવારે સીએનજી પંપ બપોરના 1થી 2 કલાક દરમિયાન બંધ રહેશે
સેક્ટર 11માં આવેલા પેટ્રોલ પંપના મેનેજર દર્શનભાઈ પટેલે કહ્યું કે, છેલ્લા ચાર વર્ષથી ડીલર એસોસિએશન કમિશન વધારવાની માંગ કરી રહ્યું છે. જેથી ડીલર એસોસિએશને હવેથી નક્કી કર્યું છે કે, દર ગુરૂવારે સીએનજી પંપ બપોરના 1થી 2 કલાક દરમિયાન બંધ રાખવો જે હેતુથી ગાંધીનગરમાં પણ આ નિયમનુ પાલન કરવામાં આવશે. આ ઉપરાંત અમે પેટ્રોલ પંપ પર દર ગુરુવારે પેટ્રોલની ટાંકી નહીં મંગાવીએ. આમ આ રીતે પેટ્રોલ પંપ દ્વારા કમિશનની માંગણીઓને લઇને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.