- 24 કલાક મૃતદેહ આવવાથી ખામી સર્જાઈ
- આ પહેલા પણ ભઠ્ઠીઓ બંધ થઈ ગઈ હતી
- લાકડાની 10 ભઠ્ઠીમાં અગ્નિ સંસ્કાર થાય છે
- ભઠ્ઠીઓમાં પણ 24 કલાક ચાલવાથી ટેક્નિકલ ખામી સર્જાઈ
- સિવિલમાંથી કે અન્ય હોસ્પિટલમાંથી મૃતદેહોની લાઈનો લાગી
ગાંધીનગરઃ મુક્તિધામ ખાતેના સ્મશાનમાં 24 કલાક સતત મૃતદેહો આવી રહ્યા છે. સ્મશાનમાં રહીને ફરજ બજાવતા લોકો મૃતદેહ ગણીને થાકી ગયા છે. સેવા કરતા લોકો તો થાકી ગયા છે અને હવે તો ભઠ્ઠીઓએ પણ કામ કરવાનું બંધ કરી દીધું છે. તેમ છતાં કોરોનાગ્રસ્ત મૃતદેહ આવવાનું બંધ નથી થઈ રહ્યું. દિવસ-રાત અહીં જ્વાળા ભભૂકી રહી છે. એમ્બુલન્સના સાયરન વાગી રહ્યા છે. સિવિલમાંથી કે અન્ય હોસ્પિટલમાંથી મૃતદેહોની લાઈનો લાગી રહી છે. 3થી 4 કલાકના વેઈટિંગ ચાલી રહ્યું છે. હવે ભઠ્ઠીઓમાં પણ 24 કલાક ચાલવાથી ટેક્નિકલ ખામી સર્જાઈ છે. આથી લાકડાની ભઠ્ઠીઓમાં અગ્નિસંસ્કાર કરવાની ફરજ પડી રહી છે.
આ પણ વાંચોઃબારડોલીના દાનવીરો રોજના 600 મણ લાકડાં સ્મશાન ગૃહોમાં મોકલી રહ્યા છે
ચેન ચક્કરોમાં ખામી સર્જાઈ, વાયરિંગ પણ બળી જતા ભઠ્ઠીઓ બંધ
આ અંગે મુક્તિધામ સ્મશાનના સંચાલક જિલુભા ધાંધલે કહ્યું હતું કે, ભઠ્ઠીઓમાં 2 દિવસથી ખામી સર્જાતા બંધ પડી ગઈ છે. ચેન ચક્કર ઊંચા-નીચા થવાથી બેરિંગમાં ખામી સર્જાઈ છે. ગિરીશ પણ મળીને પીગળી જતા અંદર જામ થઈ ગયું છે. આ ઉપરાંત વાયરિંગ બળી ગયું છે. આથી દરવાજા ગરમ થતા ખોલવામાં પણ તકલીફ પડી રહી હતી. ઝડપથી CNG ભઠ્ઠીઓ રિપેર કરી શરૂ કરવામાં આવશે. સ્મશાનમાં રોજ 70 મૃતદેહ આવી રહી છે, જેમાંથી 75 ટકા મૃતદેહ કોરોનાગ્રસ્ત લોકોની હોય છે. આટલી બધા મૃતદેહ એકસાથે આવતા હોવાથી CNG ભઠ્ઠી બંધ પડી ગઈ હતી. જોકે, આ પહેલા પણ ભઠ્ઠીનો રોડ પણ પીગળી ગયો હોવાથી ભઠ્ઠી બંધ પડી ગઈ હતી.
ભઠ્ઠીઓમાં પણ 24 કલાક ચાલવાથી ટેક્નિકલ ખામી સર્જાઈ આ પણ વાંચોઃગાંધીનગરના સ્મશાનોમાં જગ્યાઓ ખૂટી, કુલ 32 ભઠ્ઠીઓ કાર્યરત થશે
અત્યારે 10 લાકડાની ભઠ્ઠીઓમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા છે
CNG ભઠ્ઠીઓ છેલ્લા બે દિવસથી બંધ હોવાથી અન્ય 2થી 3 લાકડાની ભઠ્ઠીઓ લગાવી દેવામાં આવી છે. એકસાથે 10 ભઠ્ઠીઓની ચિતા સળગી રહી છે. તેમ છતાં પણ મૃતદેહ માટે વેઈટિંગ ચાલતા હોય છે. જોકે રૂદ્રભૂમિમાં સ્મશાન આવેલું છે, પરંતુ આ સ્મશાન સરગાસણ ખાતે હોવાથી એમ્બુલન્સ પણ દૂર જવાની જગ્યાએ અહીં સેક્ટર 30 સ્મશાન ગૃહમાં વધુ આવે છે. જેથી સ્વજનોએ વેઈટિંગમાં ઉભા રહેવું પડે છે.