ગુજરાત

gujarat

ETV Bharat / city

વિજયાદશમીના પાવન પર્વે CMએ પરંપરાગત શસ્ત્રપૂજન કર્યું, સુરક્ષાકર્મીઓ વિજયની જીજીવિષા સાથે આવનારા પડકારો ઝીલી - shastra puja in gandhinagar

વિજયા દશમીના પર્વને અસત્ય પર સત્યના વિજયનું અને આસુરી શકિત પર દૈવી શકિતના વિજયનું પર્વ ગણાવતા મુખ્ય પ્રધાને કહ્યું કે, વર્તમાન સમયમાં ઉપલબ્ધ અત્યાધુનિક શસ્ત્રોનું પૂજન કરી ‘આપણું ગુજરાત સુરક્ષિત ગુજરાત’ બને સલામત રહે તેવી ભાવના દૃઢીભૂત કરી છે. રાજ્યના લોકોને સલામતી સુરક્ષા આપવા આપણે અસ્ત્ર-શસ્ત્ર અને આધુનિક સમયની ટેકનોલોજીના ઉપયોગથી સજ્જ બની આગામી પડકારોને ઝીલવા સક્ષમ બન્યા છીએ તેમ તેમણે ઉમેર્યું હતું.

વિજયાદશમીના પાવન પર્વે CMએ પરંપરાગત શસ્ત્રપૂજન કર્યું
વિજયાદશમીના પાવન પર્વે CMએ પરંપરાગત શસ્ત્રપૂજન કર્યું

By

Published : Oct 26, 2020, 3:25 AM IST

  • ગાંધીનગરમાં મુખ્ય પ્રધાને શસ્ત્રપૂજન કર્યું
  • વિજયા દશમીના પાવન પર્વે મુખ્ય પ્રધાન રાજ્યવાસીઓની શુભકામના પાઠવી
  • પૂજન બાદ મુખ્ય પ્રધાને પ્રેસ કોન્ફરન્સ કરી હતી
  • પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય પ્રધાને કોંગ્રેસને આડે હાથ લીધી

ગાંધીનગરઃ શસ્ત્રપૂજન બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, શસ્ત્રપૂજા પાછળની ભાવના અને આપણું લક્ષ્ય સમગ્ર ગુજરાત સુરક્ષિત બને અને આતંકવાદીઓ, ગુંડાઓ, લુખ્ખા તત્વોનો નાશ થાય તે છે. ગુજરાત સરકાર સંદેશા વ્યવહાર, શસ્ત્રો વગેરેની અદ્યતન પ્રણાલીઓ વિકસાવી રહી છે. વર્તમાન કેન્દ્ર સરકાર પણ રાફેલ જેવા અત્યાધુનિક શસ્ત્રોનો સેનામા ઉમેરો કરી દેશની સ્વરક્ષણની તાકાત વધારી રહી છે.

વિજયાદશમીના પાવન પર્વે CMએ પરંપરાગત શસ્ત્રપૂજન કર્યું

સમયની માંગ અનુસાર આધુનિક શસ્ત્રો ધારણ કરી સજ્જ રહેવું અને યુદ્ધના નીતિ-નિયમોનું પાલન કરવુ એ આપણો ધર્મ અને પૌરાણિક-સાંસ્કૃતિક પરંપરા રહી છે. શસ્ત્રોની પૂજા એ યાદ અપાવે છે કે શસ્ત્રોનો ઉપયોગ અત્યાચારીઓ સામે જ કરવાનો છે. શસ્ત્રનો ઉપયોગ આપણે નિર્દોષો ઉપર કરતા નથી. વિજય ત્યારે જ થાય જ્યારે યુદ્ધમાં શસ્ત્રો પાવરફૂલ હોય તથા જ્ઞાન-યુદ્ધમાં શાસ્ત્રો પાવરફૂલ હોય. યુદ્ધ માટે શાસ્ત્ર અને શસ્ત્ર એમ બંનેની આવશ્યકતા છે. તેમ તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું હતું.

વિજયાદશમીના પાવન પર્વે CMએ પરંપરાગત શસ્ત્રપૂજન કર્યું

રાજ્ય સરકારમાં શસ્ત્ર પૂજનની પરંપરા વિષે રૂપાણીએ કહ્યું કે, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના CM હતા ત્યારે તેમણે શરૂ કરેલી પરંપરા આ જ આજદિન સુધી ચાલુ રહી છે. આપણા ધર્મ ગ્રંથોમાં પણ શસ્ત્ર પૂજનનું મહત્વ છે, તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન સંતાડેલા શસ્ત્રો બહાર કાઢીને સૌ પ્રથમ તેનું પૂજન કરેલું. રામાયણના યુદ્ધમાં પણ દરેક શસ્ત્રો પૂજન પછી તેના ઉપયોગ થયો હતો. ‘આસુરી શક્તિ સામે દૈવી શક્તિનો વિજય’ એ આપણુ લક્ષ્ય છે. રાજ્યના સલામતી દળો, આપણી પોલીસ અને આપણા સુરક્ષાકર્મીઓ આજના દિવસે શસ્ત્ર પૂજન દ્વારા વિજયની જીજીવિષા સાથે આવનારા પડકારો ઝીલીને આગળ વધે તેવા સંકલ્પની CMએ પ્રેરણા આપી હતી.

ABOUT THE AUTHOR

...view details