ગુજરાત

gujarat

ETV Bharat / city

‘કોવિડ-19 સાથે જીવન જીવવાની કળા’ થીમ પર તૈયાર થયેલા ભારતીય પોસ્ટ વિભાગના વિશેષ ચેરિટી કવરનું સીએમ રૂપાણીએ વિમોચન કર્યું

ગુજરાત પોસ્ટલ વિભાગ દ્વારા કોવિડ-19 દરમિયાન જીવનશૈલીમાં આવેલા પરિવર્તન અંગે જાગૃત્તિ લાવવા માટે ‘કોવિડ-૧૯ સાથે જીવન જીવવાની કળા’ થીમ પર તૈયાર થયેલા વિશેષ ચેરિટી કવરનું આજે ગાંધીનગરમાં વિમોચન કર્યું હતું.

કોવિડ-19 સાથે જીવન જીવવાની કળા’ થીમ પર તૈયાર થયેલા ભારતીય પોસ્ટ વિભાગના વિશેષ ચેરિટી કવરનું સીએમ રૂપાણીએ વિમોચન કર્યું
કોવિડ-19 સાથે જીવન જીવવાની કળા’ થીમ પર તૈયાર થયેલા ભારતીય પોસ્ટ વિભાગના વિશેષ ચેરિટી કવરનું સીએમ રૂપાણીએ વિમોચન કર્યું

By

Published : Jun 20, 2020, 7:22 PM IST

ગાંધીનગર: કોવિડ-૧૯ સાથે જીવન જીવવાની કળા’ થીમ પર તૈયાર થયેલા આ પ્રત્યેક વિશેષ ચેરિટી કવરની કિંમત 100 રૂપિયા છે. જેના વેચાણની રકમના 75 ટકા કોરોના સામે લડવાના ફંડ તરીકે મુખ્યમંત્રી રાહત નિધિમાં પોસ્ટ વિભાગ આપશે. ગુજરાત પોસ્ટલ વિભાગ દ્વારા આવા કુલ 25,000 જેટલા વિશેષ ચેરિટી કવર તૈયાર કરાયા છે જેનું લોન્ચિંગ આજે સીએમ વિજય રૂપાણીએ કર્યું હતું.

કોવિડ-19 સાથે જીવન જીવવાની કળા’ થીમ પર તૈયાર થયેલા ભારતીય પોસ્ટ વિભાગના વિશેષ ચેરિટી કવરનું સીએમ રૂપાણીએ વિમોચન કર્યું
જ્યારે ગુજરાત પોસ્ટ વિભાગે આ અવસરે મુખ્યમંત્રી રાહત નિધિમાં કોરોના સામેના ફંડ ફાળા પેટે રૂ. 18 લાખનો ચેક અર્પણ કર્યો હતો. જ્યારે સીએમ રૂપાણીએ કોરોના સામેની લાંબી લડાઇ માટેના ફંડ તરીકે દાન આપવાના અભિગમ માટે પોસ્ટ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. સીએમના હસ્તે થયેલ વિમોચન આ વિશેષ ચેરિટી કવર દેશનું સૌ પ્રથમ ક્યૂઆર કોડ ધરાવતું કવર છે જે આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નિર્મિત કોવિડ-૧૯ સંબંધિત સાવચેતી-તકેદારીના વિડીઓ સાથે ક્યૂઆર કોડથી જોડાયેલું છે. આ વિશેષ કવરની ખરીદી અમદાવાદ જી.પી.ઓ, રાજકોટ અને વડોદરાની હેડ પોસ્ટ ઓફિસો તેમજ ભારતીય પોસ્ટ વિભાગની વેબસાઇટ http://www.epostoffice.gov.in/ પરથી ઓનલાઇન પણ કરી શકાશે.

ABOUT THE AUTHOR

...view details