- એડમિટ પેશન્ટના બેડ પર પાણી ટપકતું હોવાથી ડોલ રાખવી પડે છે
- જૂની સિવિલ હોસ્પિટલના છતના ભાગને રીનોવેશનની જરૂર
- નવી બિલ્ડિંગમાં ચોમાસામાં પાણી પડવાની સમસ્યા
ગાંધીનગર : સિવિલ હોસ્પિટલ(civil hospital)માં આગળના ભાગે જૂની બિલ્ડીંગ આવેલી છે, જ્યારે તેની પાછળના ભાગે નવી બિલ્ડીંગ સિવિલ હોસ્પિટલ(civil hospital)ની આવેલી છે. આ બન્ને બિલ્ડીંગમાં કેટલીક ખામીઓ સામે આવી છે. ઇમર્જન્સી વિભાગની જૂની બિલ્ડીંગની વાત કરવામાં આવે તો, અહીં ઉપરના ત્રીજા માળેથી પ્લાસ્ટર ઉખડી રહ્યું છે, બિલ્ડિંગની અંદરના સળિયા દેખાઈ રહ્યા છે, પાઈપમાંથી લીકેજ થતું પાણી અવાર-નવાર પડતું રહે છે.
આ પણ વાંચોઃ દેશની ધરોહરના વિકાસની વાતો પોકળ: ભાવનગરની જર્જરીત આલ્ફ્રેડ હાઈસ્કૂલનો 150માં વર્ષમાં થશે પ્રવેશ
બિલ્ડિંગના નીચેના ભાગના પિલરમાં તિરાડો પડી ગઈ છે
બિલ્ડિંગના નીચેના ભાગના પિલરમાં તિરાડો પડી ગઈ છે. ત્રીજા માળથી લઈને ઉપર સુધી છત પરના પ્લાસ્ટર ઉખડી ગયા છે. જો આ સ્થિતિ રહી તો ઉપરના ભાગે વધુ નુકસાન થવાની શક્યતા રહેલી છે. જ્યારે સિવિલ હોસ્પિટલ(civil hospital)ની નવી બિલ્ડીંગ કે જ્યાં કોરોના(corona)ના દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યા છે, ત્યાં પણ વરસાદ આવતા પાણી લીકેજ થવાથી બેડ પર પાણી પડતું હોય છે.
સાતમા માળથી પાંચમાં માળ સુધી નીચે સીલીંગમાંથી વરસાદ સમયે સતત ટપક્યાં જ કરે છે
સિવિલ હોસ્પિટલ(civil hospital)ની નવી બિલ્ડિંગના ભાગે ઉપરના સાતમા માળેથી લઈ પાંચમા માળ સુધી પાણી ટપકે છે. જ્યારે પણ વરસાદ આવે ત્યારે પાણી સિલિંગમાંથી નીચે આવે છે. સિલિંગ પર વાયરિંગ કરવામાં આવ્યું છે, જેથી ક્યારેક શોર્ટ સર્કિટ થઈ આગ પણ લાગી શકે છે. વરસાદના કારણે પાણી છેક સાતમાં માળથી પાંચમાં માળ સુધી નીચે સીલીંગમાંથી વરસાદ સમયે સતત ટપક્યાં જ કરે છે.