ગાંધીનગરઃ પાંજરાપોળોની જમીનમાં જે લીલો ઘાસચારો ઉત્પન્ન થાય તેને રોજીંદા વપરાશ ઉપરાંત અન્ય પાંજરાપોળ કે સંસ્થાના મૂંગા પશુધન માટે પણ મોકલી શકાય તે માટે લીલા ઘાસની ગાંસડી બાંધી તેના સ્ટોરેજ માટે આ ગ્રીન ફોડર બેલર ઉપયોગમાં આવતું હોય છે. રાજ્યની રજીસ્ટર્ડ પાંજરાપોળો પોતાની જમીનમાં પશુધન માટે ઘાસ ઉગાડવા અને તેને ખેતીલાયક બનાવવા બોરમાંથી પાણી આપી શકે, તેમજ પાંજરાપોળના પશુઓના શેડ સુધી પાણી પૂરવઠો પહોચાડી શકે તે હેતુસર પાઇપલાઇન ફોર વોટરીંગ અંતર્ગત પ્રથમ હેકટરે રૂ.30 હજાર તથા પછીના પ્રતિ હેક્ટર વધારાના રૂ.20 હજાર, પરંતુ મહત્તમ રૂ.2.10 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવશે.
રાજ્યમાં 10 હેકટર સુધીની જમીન ધરાવનાર રજીસ્ટર્ડ પાંજરાપોળને 10 લાખ સુધીની સહાય મળશે ઘાસચારાના ઉત્પાદનમાં પણ પાણીના વિવેકપૂર્ણ અને કરકસરયુકત અભિગમને અગ્રતા આપતા જે પાંજરાપોળો સ્પ્રીન્કલર ઇરીગેશન સિસ્ટમ ઘાસ ઉત્પાદનમાં અપનાવે તેને પ્રતિ હેકટર રૂ.50 હજારની સહાય વધુમાં વધુ રૂ.5 લાખની મર્યાદામાં આપવા તેમજ રેઇનગન ઇરીગેશન સિસ્ટમ માટે 1થી 3 હેકટર વિસ્તાર માટે રૂ.35 હજાર, 4થી 7 હેકટર માટે રૂ.70 હજાર અને 8થી 10 હેકટર માટે રૂ.1.05 લાખ સહાય આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે 100 કરોડ રૂપિયાની વર્ષ 2020-21ના અંદાજપત્રમાં જોગવાઇ કરેલી છે.
રાજ્યમાં 10 હેકટર સુધીની જમીન ધરાવનાર રજીસ્ટર્ડ પાંજરાપોળને 10 લાખ સુધીની સહાય મળશે રજીસ્ટર્ડ પાંજરાપોળો જે પોતાની માલિકીની જમીન ધરાવે છે, તેમને પારદર્શી રીતે આ યોજનાનો લાભ મળી રહે તેવા આશયથી આ યોજના માટેની અરજી આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન કરવાનું પણ નિયત કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારની આ સહાયનો લાભ મેળવવા ઇચ્છુક રજીસ્ટર્ડ પાંજરાપોળોને ઓનલાઇન અરજીના પ્રિન્ટ આઉટ સાથે જમીનની માલિકી, હકપત્ર, 7/12, 8-અ, 6ની નકલો, જમીનની તારીખ, સમય સાથેના જી.પી.એસ. એપથી લીધેલા ફોટોગ્રાફ, સંસ્થાના રજીસ્ટ્રેશનની નકલ સહિતના દસ્તાવેજો ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડને 30 દિવસમાં રજૂ કરવાના રહેશે. ઘાસચારાનું ઉત્પાદન કરનારી લાભાર્થી સંસ્થાઓએ ઉત્પાદન થયેલા ઘાસચારા અંગે યોગ્ય રેકોર્ડ નિભાવવાનો અને વર્ષના અંતે વિગતવાર રેકર્ડ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડને મોકલી આપવાનો રહેશે.
લાભાર્થી સંસ્થાઓએ કામગીરી શરૂ કરતા પહેલાના તથા કામગીરીના વિવિધ તબક્કાના GPS એપ કેમેરાથી સ્થળ, સમય તારીખ દર્શાવતા ફોટોગ્રાફ લઇને સહાયના દાવા સાથે જોડવા પડશે.
ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા પાંજરાપોળોને છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન જે સહાય કોમ્પોનન્ટનો લાભ મળ્યો હશે તે સહાય કોમ્પોનન્ટ માટે આ યોજનામાં ફરી લાભ મળશે નહી. રજીસ્ટર્ડ પાંજરાપોળોએ પોતે ઉત્પાદન કરેલા ઘાસચારાના સંગ્રહ માટે ગોડાઉન બાંધકામ હેતુસર જે-તે વિસ્તારના સાંસદ કે ધારાસભ્યની ગ્રાંટમાંથી સહાય મેળવવાની કાર્યવાહી પોતાની રીતે કરી શકશે. પાંજરાપોળની જમીનમાં સિંચાઇ માટે કેનાલ કે અન્ય ઉપલબ્ધ પાણીના સ્ત્રોતનો પ્રાથમિક ધોરણે ઉપયોગ કરવાનો રહેશે.