- પીએમ મોદીની જાહેરાત
- હવે દેશમાં તમામને મળશે ફ્રીમાં કોરોનાની વેકસીન
- કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને આપશે વેકસીન
- ખાનગી હોસ્પિટલ તંત્ર નહીં વસૂલી શકે વધુ ભાવ
- પહેલાં રાજ્ય સરકારે યુવાઓ માટે કરવી પડતી હતી વેકસીનની ખરીદી
ગાંધીનગર : મહત્વની વાત કરવામાં આવે તો પહેલાં અઢાર વર્ષની 44 વર્ષના યુવાઓ માટે રાજ્ય સરકારને વ્યક્તિને ખરીદવાનો વારો આવ્યો હતો. પરંતુ હવે કેન્દ્ર સરકારની જાહેરાત બાદ રાજ્ય સરકાર જથ્થો નહીં ખરીદી શકે જ્યારે ગુજરાતે યુવાઓને માટે 3 કરોડ ડોઝના ઓર્ડર પણ અગાઉથી આપી દેવામાં આવ્યા છે. જે હવે આગળ રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવશે.
ખાનગી હોસ્પિટલ નહીં વસૂલી શકે વધુ ચાર્જ
મહત્વની વાત કરવા માટે ખાનગી હોસ્પિટલ દ્વારા યુવાનોને વેપારીને આપવા માટે એક હજાર રૂપિયા કેટલો ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો પરંતુ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્તિનો સર્વિસ ચાર્જ 150 રૂપિયા અને વેકસીનના ચાર્જ 300ની આસપાસ જ વસૂલ કરવાની જાહેરાત કરી છે ત્યારે મોટી ખાનગી હોસ્પિટલો હવે વેકસીનેશનનો વધુ ચાર્જ નહીં વસૂલી શકે.
આ પણ વાંચોઃ કોરોનાની રસી તમામ લોકો માટે મફત, તમામની રસીકરણની જવાબદારી કેન્દ્રની : વડાપ્રધાન મોદી
ગરીબોને ફ્રીમાં અનાજ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણમાં મફત અનાજ વિતરણની જાહેરાત કરી હતી ત્યારે હવે આ સમય મર્યાદા નવેમ્બર માસ સુધી વધારવામાં આવી છે. એટલે કે દેશમાં બીપીએલ કાર્ડ ધારકોને નવેમ્બર માસ સુધી મફતમાં અનાજ વિતરણ કરવામાં આવશે. આ બાબતે પણ નાયબ મુખ્યપ્રધાને નીતિન પટેલ જણાવ્યું હતું કે પીએમ મોદી દ્વારા લેવાયેલો નિર્ણય અતિ મહત્વનો છે જ્યારે આ નિર્ણયને ગુજરાતની જનતા વતી આવકારવામાં આવે છે. જ્યારે વેક્સીનેશનનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે તે બાબતે પણ ગુજરાત સરકાર અને ગુજરાતની જનતા આ નિર્ણયને વધાવી રહી છે.