- અત્યાર સુધી ત્રણ ઉમેદવાર પોઝિટિવ
- ભાજપના કાર્યકરોમાં ફફડાટ
- વોર્ડ 9 અને વોર્ડ નંબર 11ના ઉમેદવાર પોઝિટિવ
ગાંધીનગર: ભાજપના ત્રણ ઉમેદવાર પોઝિટિવ આવ્યાં છે. ગાંધીનગરની ચૂંટણી આડે હવે થોડા દિવસ બાકી છે, ત્યારે રેલી અને સરઘસો તો હજી સુધી નથી નીકળ્યા, પરંતુ ડોર ટુ ડોર પ્રચાર શરૂ થઈ ગયો છે. જોકે, ભાજપના કોર્પોરેશનની ચૂંટણીના ત્રણ ઉમેદવારો કોરોના પોઝિટિવ આવ્યાં છે. ચૂંટણીને હજુ થોડો સમય બાકી છે, ત્યારે હજુ પણ નેતા જો ધ્યાન નહીં રાખે તો પોઝિટિવ આવે તો નવાઈ નહીં
આ પણ વાંચોઃગાંધીનગર ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર
અગાઉ મહેન્દ્ર પટેલ પોઝિટિવ આવ્યા હતા હવે બીજા બે ઉમેદવાર પોઝિટિવ
ભાજપના મહેન્દ્ર પટેલ થોડા દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવ્યાં હતા. જે બાદ અન્ય બે ઉમેદવાર પોઝિટિવ આવ્યાં છે. વોર્ડ નંબર 9 ના ભાજપના રાજુ પટેલ અને વોર્ડ નંબર 11 ના ગીતાબેન પટેલ કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેથી તેમને હોસ્પિટલમાં એડમિટ કર્યા હોવાના સમાચાર સામે આવ્યાં છે. એક પછી એક ઉમેદવારો પોઝિટિવ આવતા અન્ય કાર્યકરોમાં પણ કોરોનાને લઈને ફફડાટ વ્યાપ્યો છે. સમ્પર્કમાં આવેલા કાર્યકર્તાઓ પણ પોઝિટિવ આવી શકે છે. આ ઉપરાંત જ્યાં તેઓએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો હશે ત્યાં પણ સંક્રમણ ફેલાવાની શક્યતા છે. જેથી સામાન્ય લોકો ચૂંટણી પ્રચારનો ભોગ બની રહ્યા છે.
આ પણ વાંચોઃ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ: 44 બેઠકો માટે 163 ઉમેદવારો વચ્ચે જંગ, મતદાન થશે ઓછું
ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહ્યો છે ડોર ટુ ડોર પ્રચાર
ઉમેદવારો દ્વારા કોરોના વધતા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે ઉમેદવારો પણ બાકાત રહ્યા નથી. સરકારે ગાંધીનગર અને મોરવાહડપમાં ચૂંટણી માટે છૂટછાત તો આપી છે, પરંતુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ના જાળવવાની છૂટ નથી આપી. પહેલા પણ ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સ ના જાળવ્યું હોય માસ્ક ના પહેર્યું હોય તેવું જોવા મળ્યું જ છે. અન્ય જિલ્લાઓમાં 50થી વધુ લોકોને ભેગા કરવાની પરમિશન નથી મળી, લગ્નમાં પણ સોથી વધુ લોકો ભેગા કરવાની પરવાનગી મળી નથી. પરંતુ ચૂંટણીમાં છૂટો દોર મળતા આ પ્રકારના પરિણામો સામે આવી રહ્યા છે.