ગુજરાત

gujarat

ETV Bharat / city

ભૂતપૂર્વ વિદેશ પ્રધાનના નિધનને લઈ CM રૂપાણીએ 'મનની મોકળાશ' કાર્યક્રમ મુલતવી રાખ્યો

ગાંધીનગરઃ ગુજરાત સરકારના 3 વર્ષ પુરા થવાની ઉજવણીમાં રાજ્ય સરકાર દ્વારા મહાત્મા મંદિર ખાતે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ દેશના પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું દિલ્હી ખાતે નિધન થતા રાજ્ય સરકાર દ્વારા 3 વર્ષની ઉજવણીના કાર્યક્રમને રદ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ મુખ્યપ્રધાન નિવાસ સ્થાને યોજનાર મુખ્યપ્રધાન સાથેનો સંવાદ મુખ્યપ્રધાન સાથે "મનની મોકળાશ" કાર્યક્રમને પણ મુલતવી રાખવામાં આવ્યો છે.

CM રૂપાણીનો 'મનની મોકળાશ' કાર્યક્રમ મુલતવી

By

Published : Aug 7, 2019, 10:20 AM IST

Updated : Aug 7, 2019, 11:03 AM IST

દેશના પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ છેલ્લા બે દિવસથી દિલ્હીની AIIMS હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા. પરંતુ, તેઓને ગઈકાલે હાર્ટ એટેક આવતા તેમનું દુઃખદ અવસાન થયું હતું. જે સમાચાર આવતાની સાથે જ રાજ્ય સરકાર દ્વારા મોડી રાત્રે 12 કલાકે રાજ્ય સરકાર દ્વારા આયોજિત "સંકલ્પ સે સિદ્ધિ કી ઓર અંગ્રેસર" કાર્યક્રમને મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં 10 હજાર જેટલા મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા નિર્ણાયક નેતૃત્વના 3 વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી સંશોધન પ્રોત્સાહન યોજના, સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના, (સૂર્ય-ગુજરાત), મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકિકરણ યોજના, પ્રાઇવેટ સ્લમ ડેવલપમેન્ટ માટે પીપીપી પોલીસી અને નમો ઇ-ટેબલેટનું વિતરણ સહિતની વિવિધ જનહિતલક્ષી મહત્વપૂર્ણ કાર્યક્રમોનો પણ શુભારંભ કરવાનું આયોજન હતું.

Last Updated : Aug 7, 2019, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details