ગાંધીનગર : અમેરિકા- કેનેડા બોર્ડર ક્રોસ કરવા દરમિયાન -35 ડીગ્રીમાં બોર્ડર ક્રોસ કરતી દરમિયાન 4 ગુજરાતીના મૃત્યુ (Canada-US Border Gujarati Family Death) નીપજ્યાં છે. જે બાબતે કેન્દ્રીય વિદેશપ્રધાન એસ.જયશંકરે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે. જેમાં સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે તમામ 4 મૃતકો (Gandhinagar Family Dead in Canada ) ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના હોવાનું સામે આવ્યું છે. જેમાં મૃતકની કલોલમાં કપડાંની દુકાન હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
35 ડીગ્રીમાં કરી રહ્યાં હતાં બોર્ડર ક્રોસ
મળતી માહિતી પ્રમાણે કેનેડામાં ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે આ દરમિયાન જ કેનેડા યુએસ બોર્ડર પર ચાર વ્યક્તિઓ કે જેઓ બોર્ડર ક્રોસ કરી રહ્યા હતાં ત્યારે ઠંડીના કારણે તેમનું (Gandhinagar Family Dead in Canada) મૃત્યુ થયું છે. પ્રાથમિક માહિતી અને સૂત્ર પરથી મળતી માહિતીના મુજબ મૃતકોમાં પતિપત્ની સાથે 12 વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો (Canada-US Border Gujarati Family Death) હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ મૃતકો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઢીગુચા નવા ગામના હોવાનું સામે આવ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે મૃતક જગદીશ પટેલ વિદ્યાલયમાં તરીકે ફરજ બજાવતા હતાં ત્યારે તેમના પત્ની વૈશાલી પટેલ, દીકરી ગોપી અને ત્રણ વર્ષના પુત્ર ધાર્મિક પટેલનો મૃતકોમાં સમાવેશ થાય છે.
સત્તાવાર અમારી જોડે કઇ આવ્યું નથી : કુલદીપ આર્યા
આ બાબતે ગાંધીનગર કલેકટર કુલદીપ આર્યએ ETV BHARAT સાથે ટેલિફોનિક વાતચીત કરતાં જણાવ્યું હતું કે હજી સુધી અમારી જોડે સત્તાવાર (Canada-US Border Gujarati Family Death) કોઈ પણ પ્રકારની માહિતી આવી નથી અને કેન્દ્ર સરકાર સાથે પણ કોઈપણ પ્રકારની ચર્ચા થઈ નથી. જ્યારે મીડિયા રિપોર્ટના આધારે આ ચાર મૃતકો (Gandhinagar Family Dead in Canada) હોવાનું સામે આવી રહ્યું છે.