ગાંધીનગર : કોરોનાનું પ્રથમ લોકડાઉન આવ્યું ત્યારથી લગભગ બે વર્ષથી- રાજ્યની તમામ આંગણવાડીઓ અને પ્રી સ્કૂલ બંધ રાખવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે લોકડાઉન બાદ તબક્કાવાર શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આંગણવાડીઓ અને પ્રી સ્કૂલો બંધ રાખવાનો રાજ્ય સરકારનો નિર્ણય યથાવત હતો. ત્યારે હવે જે રીતે કોરોના કેસમાં ઘટાડો આવ્યો છે તેને ધ્યાનમાં લઇને રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જાહેરાત (Big decision about play schools ) કરી હતી કે 17 ફેબ્રુઆરીથી રાજ્યની તમામ આંગણવાડીઓ અને પ્રી સ્કૂલોમાં બાળકો આવી (Pre school start in Gujarat) શકશે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યો નિર્ણય
રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી વધુ સમયથી રાજ્યની તમામ આંગણવાડીઓ અને સ્કૂલો બંધ છે. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે થયેલી ચર્ચા બાદ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય (Big decision about play schools ) કરવામાં આવ્યો છે. જેમાં 17 ફેબ્રુઆરી ગુરુવારથી રાજ્યની તમામ આંગણવાડીઓ અને પ્લે સ્કૂલો શરૂ (Pre school start in Gujarat) કરવામાં આવશે.