ગાંધીનગરરાજ્યમાં વિશ્વ મહામારીની બીજી લહેરમાં (covid pandemic in india) ગુજરાત રાજ્યની પરિસ્થિતિ (covid situation in gujarat) ખૂબ જ વિકટ બની હતી. તેમાં પણ કેન્દ્ર સરકારે તમામ કેન્દ્રિય પ્રધાનો અને પ્રભારીઓને રાજ્યો બાબતે પરિસ્થિતિની તાગ મેળવવા અંગેની જવાબદારી સોંપી હતી. તેમાં ગુજરાતની ખૂબ જ ખરાબ સ્થિતિ હોવાનો રિપોર્ટ કેન્દ્રિય મહુડી મંડળમાં જમા થયો હતો. એટલે તાત્કાલિક 11 સપ્ટેમ્બરે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું રાજીનામું લઈ લેવાયું હતું.
13 સપ્ટેમ્બરે લીધા શપથ ત્યારબાદ 12 સપ્ટેમ્બરે રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) નામની જાહેરાત થઈ હતી. તેમ જ 13 સપ્ટેમ્બરે તેમણે મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જોકે, તેમને મુખ્યપ્રધાન તરીકે 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે.
વિશ્વાસથી વિકાસ નામના સૂત્ર પર ઉજવણીરાજ્યના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને (Bhupendra Patel) એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે 13 સપ્ટેમ્બરે રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસથી વિકાસના સૂત્ર હેઠળ (vishwas thi vikas) એક વર્ષની ઉજવણી કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નવા પ્રોજેક્ટ ખાતમુહૂર્ત અને કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરવામાં આવશે. જ્યારે તમામ પ્રધાનોને જિલ્લાના વિવિધ વિસ્તારમાં મોકલીને અનેક કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે.
જન્મદિવસની જેમ ઉજવણીરાજ્ય સરકારને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) સરકારને સત્તામાં આવ્યા તેનું વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે આ બાબતનો પ્રશ્ન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને કરવામાં આવ્યો હતો. તો તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, જે રીતે મેં જન્મદિવસની ઉજવણી કરી હતી. તે જ પ્રમાણે આ ઉજવણી કરાશે. કોઈ પણ પ્રકારનો વધારાનો ખર્ચ કરવામાં આવશે નહીં.
50,000 વધુને રોજગારીમુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે રાજ્યની કમાન સંભાળતાં જ તમામ સરકારી વિભાગોમાં જે કેટલાય સમયથી જે સરકારી જગ્યાઓ ખાલી પડી હતી. તેને ફરીથી ભરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે 50,000થી વધુ અલગ અલગ જગ્યા ઉપર યુવાઓને સરકારી (gujarat government) ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ યુવાઓ જિલ્લા કક્ષાએ પોતાની ઔદ્યોગિક સાહસિકતા બતાવી શકે તે માટે પણ રાજ્ય સરકાર દ્વારા નવા અભિગમો અપનાવીને જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ યુવાઓ સ્ટાર્ટઅપ (startup gujarat scheme) કરી શકે તે માટેની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.