- વાહનો માટે જાહેર થઈ સ્ક્રેપ પોલિસી
- મધ્યમ વર્ગને નુકશાન: ઓટો એક્સપર્ટ્સ
- ફિટનેસ ટેસ્ટ પાસ કરી હોય તેવા જ વાહનો સ્ક્રેપ કરાવવામાં આવશે
ગાંધીનગર:કેન્દ્ર સરકાર દ્વારા ગાંધીનગર મહાત્મા મંદિરથી સ્ક્રેપ પોલિસી લોન્ચ કરવામાં આવી છે. આ સ્ક્રેપ પોલીસના કેટલાક નિયમો એવા પણ છે કે, જેમાં જુના પ્રદૂષણ ફેલાવતા વાહનો અટકશે, પરંતુ તેના કારણે મધ્યમ વર્ગનાં લોકોનો ખર્ચ પણ વધશે. ખાસ કરીને ફોર વ્હીલર વાહનો મોટાભાગે ખરીદતા હોય છે, જેથી આ બાબતની અસર તેમના પર પડશે. જો કે, નવી ગાડીઓ આવતા પ્રદૂષણ ઘટશે. જેની સામે જુના વાહનોનો બહુ જલ્દી જ ફિટનેસ ટેસ્ટ કરવો પડશે જે માટે રકમ પણ ચૂકવવી પડશે. જેને લઈને જાણો ઓટો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક્સપર્ટ્સના શું છે રિએક્શન?
સ્ક્રેપ પોલિસીના નુકશાન અને ફાયદા બંને
ઓટો ઇન્ડસ્ટ્રીઝના બિઝનેસ સાથે જોડાયેલા ઉમંગ ધારીયાએ કહ્યું, સ્ક્રેપ પોલિસીના નુકસાન અને ફાયદા બંને છે, તેમાં પણ ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને નુકશાન વેઠવાનો વારો આવશે. કારણ કે, તેઓને જુની ગાડીઓ વધારે અનુકૂળ હોય છે. તેઓ જુની ગાડીઓ જ ખરીદતા હોય છે જેથી તેમને ઓછા સમય ગાડી ચલાવ્યા બાદ ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. નવા વાહનોનું વેચાણ વધે તે હેતુથી સ્ક્રેપ પોલિસી આવી છે. તેમાં પણ ઇ-વાહનોના વેચાણમાં વધારો થાય તે હેતુ પણ હોઈ શકે છે. આ ઉપરાંત મોટો ફાયદો એ છે કે પ્રદૂષણ ઓછું થશે. ફિટનેસ ટેસ્ટ પાસ કરી હોય તેવા વાહનો સ્ક્રેપ કરાવવામાં આવશે.