- રાજ્યમાં કોરોનના કેસ ઘટતા આંદોલનકારીઓ આવ્યા બહાર
- ગૌણ સેવા આયોગ ખાતે નિમણૂક પત્ર (Appointment letter) માટે બેરોજગાર ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન
- વર્ષ 2019માં RTI ઈન્સ્પેકટરની ભરતીની પરીક્ષાનું એક વર્ષ પહેલા આવ્યું હતું પરિણામ
- પરિણામને એક વર્ષ થયું છતાં નિમણૂંક ન અપાતા ઉમેદવારોએ કર્યો વિરોધ
- ગાંધીનગરમાં કર્મયોગી ભવન ખાતે ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની બીજી લહેર શાંત થતા હવે જનજીવન સામાન્ય બની રહ્યું છે. તેવામાં ફરી વખત બે રોજગાર યુવાન આંદોલનકારીઓ આજે ગાંધીનગરમાં રહેલી ગુજરાત ગૌણ સેવા પદસગી મંડળનો ઘેરાવો કર્યો હતો. બેરોજગાર ઉમેદવારોનું કહેવું છે કે, ગૌણ સેવા પદસગી મંડળ (Gujarat Secondary Service Padasagi Mandal) દ્વારા વર્ષ 2019માં RTI ઈન્સ્પેક્ટરની ભરતી માટેની જાહેરાત આપી હતી. ત્યારબાદ ગૌણ સેવા પદસગી મંડળ (Gujarat Secondary Service Padasagi Mandal) દ્વારા સર્પધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી હતી અને તેનું પરિણામ વર્ષ 2020માં જાહેર કરવામાં આવ્યું હતું. ગૌણ સેવા પસંદગી મંડળે (Gujarat Secondary Service Padasagi Mandal) એક વર્ષ પહેલા જાહેર કરેલા પરિણામમાં કુલ 2,367 જેટલા ઉમેદવાર પાસ થયા હતા, પરંતુ પરિણામ જાહેર થયાને એક વર્ષ જેટલો સમય વીતી ગયા બાદ હજી સુધી પાસ થયેલા ઉમેદવારને નિમણૂકપત્ર (Appointment letter) ન આપતા તમામ ઉમેદવાર આજે ગુજરાત ગૌણ સેવા પદસગી મંડળ (Gujarat Secondary Service Padasagi Mandal) કચેરીનો ઘેરાવો કરી નવા વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો-છેલ્લાં 1.5 વર્ષથી GPSC પાસ કરેલા ઉમેદવારો નોકરી માટે મારી રહ્યા છે વલખાં, જુઓ ખાસ અહેવાલ...
15 દિવસમાં આવશે નિર્ણય