ગુજરાત

gujarat

ETV Bharat / city

વિકાસના દાવાઓ વચ્ચે 7465 આંગણવાડીના બાળકો ભાડાના મકાનમાં અભ્યાસ કરે છે

ગુજરાતને સમગ્ર દેશનું મોડલ રાજ્ય બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ વિધાનસભામાં વિપક્ષ દ્વારા પૂછવામાં આવેલા સવાલોમાં આ મોડલ રાજ્યના આબરૂના લીરેલીરા ઊડી રહ્યા છે. છેલ્લા 25 વર્ષથી રાજ્યમાં એક હથ્થુ શાસન ચલાવી રહેલી ભાજપ સરકારમાં 7465 આંગણવાડીના બાળકોને ભાડાના મકાનમાં અભ્યાસ કરવો પડી રહ્યો છે. ત્યારે સ્વાભાવિક પણે આંકડા બતાવી રહ્યા છે કે, રાજ્યનો કેટલો વિકાસ થયો છે.

etv bharat
etv bharat

By

Published : Mar 5, 2020, 10:30 PM IST

ગાંધીનગર: રાજ્યમા છેલ્લાં 25 વર્ષ કરતા વધું સમયથી શાસન કરતી ભાજપ સરકારમાં ખેડુતો, શિક્ષિત બેરોજગાર સહીત અનેક લોકો મુશ્કેલી અનુભવી રહ્યાં છે. ત્યારે વિધાનસભામાં કોંગ્રેસ દ્રારા સરકારને ભીંસમાં લેવામાં આવી રહી છે. હાલમાં કેટલા આંગણવાડીના બાળકો ભાડાના મકાનમાં ભણી રહ્યાં છે. તો વિધાનસભામાં ચોંકાવનારા જવાબ મળી રહ્યા છે. હાલમાં વિકાસની વાતો કરતી સરકારમાં 7465 બાળકો ભાડાના મકાનમાં અભ્યાસ કરી રહ્યા છે. રાજ્યમાં કુપોષણનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આંગણવાડીના બાળકોને સરકારી મકાન પણ નસીબ થતું નથી.

આંગણવાડીના બાળકો ભાડાના મકાનમાં અભ્યાસ કરે

બીજી તરફ ગરીબ કલ્યાણ મેળા યોજવામાં સરકાર દ્વારા 1,25,65,353 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. સવા કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં રાજ્યમાં હજુ પણ અનેક લોકો સહાયથી વંચિત જોવા મળી રહ્યા છે. ઉત્સવો યોજતી સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે, પરંતુ નાગરિકો સુધી તે યોજનાઓ પહોંચતી પહોંચતી નથી.

આંગણવાડીના બાળકો ભાડાના મકાનમાં અભ્યાસ કરે

ABOUT THE AUTHOR

...view details