ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી રાજ્યના પ્રાથમિક શૈક્ષણિક સંઘ (primary education association gujarat) અને રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ દ્વારા શિક્ષકોની બદલીના નિયમો (Teacher transfer rules gujarat)ને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આ મામલે આંદોલન પણ કરવામાં આવ્યા હતા.
શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર
તો હવે વર્ષ 2022ના વિધાનસભાના ઇલેક્શન (gujarat assembly election 2022)માં ગણતરીના જ મહિનાઓ બાકી છે, ત્યારે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા 10 વર્ષ જૂના શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર (Teacher Transfer Rules Amendment Gujarat) કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બાબતે આજે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ 10 વર્ષ જૂના શિક્ષકોની બદલી અને બઢતીના નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે.
છેલ્લા 4 વર્ષમાં 42 મુદ્દાઓને લઈને કરાઇ હતી રજૂઆત
શિક્ષકોની બદલી અને બઢતી (Transfer and promotion of teachers in Gujarat)ના નિયમોની વાત કરવામાં આવે તો શિક્ષકોને આ બાબતે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જે બાબતે શૈક્ષણિક સંઘ અને રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થા દ્વારા રાજ્યના પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં કોઈપણ પ્રકારના પરિણામ સામે આવ્યા નહોતા. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એક મોટું આંદોલન (Protest At Satyagrah Chhavani Gandhinagar) પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:શિક્ષકોનાં કામના કલાક અંગેની ચર્ચાનો આજે કેબિનેટ બેઠકમાં આવ્યો અંત, જાણો શું લેવાયો નિર્ણય
રાજ્યમાં 2 લાખ શિક્ષકોને થશે ફાયદો
ગુજરાતમાં હવે ઇલેક્શનને ગણતરીના મહિનાઓની વાર છે ત્યારે શિક્ષકોનો રોષ શાંત પાડવા 10 વર્ષ જૂના નિયમોમાં બદલાવ કરવાનો નિર્ણય રાજ્યની નવી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. નવા નિયમો બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે, છેલ્લા 10 વર્ષ પહેલા શિક્ષકોના બદલીના અને બઢતીના નિયમો તૈયાર કરવામાં આવ્યા હતા. આજે સમયની માંગ સાથે આ નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર અને પ્રાથમિક શિક્ષણ સંઘ સાથે ચર્ચા કર્યા બાદ જ આ નિર્ણય કરવામાં આવ્યો છે જેની સીધી અસર રાજ્યના 2 લાખથી વધુ શિક્ષકોને પડશે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ આ બાબતે મંજૂરી આપી છે.