ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં રાજ્યની કૃષિ યુનિવર્સિટીની સ્થિતિ અલગ હોવાથી વેટરનરી ડેરી અને ફિશરીઝ વિજ્ઞાનની કોલેજો જે તે કૃષિ યુનિવર્સિટીમાં કાર્યરત હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. હવે તુલસી યુનિવર્સિટીનો વ્યાપ વધ્યો છે, ત્યારે હાલની પરિસ્થિતિએ કૃષિ યુનિવર્સિટી હેઠળની પશુચિકિત્સા, પશુપાલન ડેરી અને ફિશરીઝ કોલેજો તેમજ તેને આનુષંગિક કેન્દ્ર કામધેનુ યુનિવર્સિટીમાં સમાવવા બાબતે રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. હાલના તબક્કે દેશના 15 રાજ્યોમાં જે તે રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલ છે. જેમાંથી 13 રાજ્યોમાં કોલેજો અને સંબંધિત કોલેજોને જે તે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાંથી સંપૂર્ણ તબદીલ કરવામાં આવેલ છે. ગુજરાતમાં પણ યુનિવર્સિટીને અલગ કરવામાં આવી છે.
વિધાનસભા ગૃહમાં કૃષિ યુનિવર્સિટી અને કામધેનુ યુનિવર્સિટી સુધારા વિધેયક બહુમતીથી પસાર
રાજ્યમાં ખેડૂત પશુપાલકો પ્રત્યે રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં ગુજરાત કૃષિ યુનિવર્સિટી અને કામધેનુ યુનિવર્સિટીમાં સુધારા વિધેયક રજૂ કર્યું હતું. જેમાં એક કલાકથી વધુ ચાલેલી ચર્ચા બાદ બહુમતીથી વિધાનસભા ગૃહમાં સુધારા વિધેયક પસાર થયું હતું.
રાજ્યમાં શિક્ષણની ગુણવત્તામાં વધારો થતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ કોટિનું શિક્ષણ મળશે અને દૂધ અને દૂધની બનાવટોમાં ગુણવત્તાના વધતા મૂલ્ય વર્ધક થકી પશુપાલકોની આર્થિક તથા વચ્ચે કોમન લેબોરેટરીની ફેસેલિટીનો પણ ઉપયોગ થશે. જ્યારે ખાસ અગત્યના સંશોધનો માટેની યોજનાઓને પણ પ્રાધાન્ય મળશે. આ સાથે જ નવા સુધારણા જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી સારી જાતના ઓલાદોનું સંવર્ધન અને નિર્માણ પણ થઈ શકશે. વિસ્તરણ શિક્ષણ કાર્યક્રમથી ગુજરાત રાજ્યના યુવાનો મહિલાઓ પશુપાલકોના જીવનધોરણ સુધારવા માટે તથા પશુપાલન અને સંલગ્ન વ્યવસાય દ્વારા તેમની આવક વધારવા તાલીમ અને માર્ગદર્શનના કાર્યક્રમો પણ શરૂ કરાવી શકાશે. આમ રાજ્યના પશુપાલકો અને મત્સ્ય બાળકો પોતાના સંતાનોને પશુચિકિત્સક ડેરી ટેક્નોક્રેટ વિજ્ઞાનનું શિક્ષણ મળે તે માટે આગળ આવતા થયા છે, જેથી કામધેનુ યુનિવર્સિટીના માધ્યમથી આ ક્ષેત્રમાં શિક્ષણની તકો પ્રાપ્ત થશે અને નવા આયામો ખુલશે.
આમ ગુરૂવારના રોજ ગુજરાત વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ કામધેનુ યુનિવર્સિટી બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી, જેના અંતે વિધાનસભા ગૃહમાં બહુમતીથી બિલ પાસ થયું હતું.