- ગાંધીનગરમાં ઓવરટેક કરવાના મામલે ઝઘડો (Quarrel)
- છરી, લોખંડના સળિયા સહિતના હથિયાર સાથે હુમલો કર્યો
- ઇજા થતા યુવાનોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
- સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો
ગાંધીનગર : શહેરમાં ગત રાત્રે મીત સુરેશભાઈ પટેલ તેના મોટાભાઇ મનન તેમજ તેનો મિત્ર હર્ષ પટેલ કારમાં જઈ રહ્યા હતા, તે વખતે રોડ પરથી ફોર્ચ્યુનર કાર જઈ રહી હતી. તેમાં રહેલા શખ્સોએ ઝડપથી કાર ઓવરટેક (Overtake) કરતા મિત પટેલ અને તેમના મિત્રોએ સરખી રીતે કાર ચલાવવા માટે ઠપકો આપ્યો હતો. જે બાદ તેઓ સેક્ટર-4 શોપિંગ સેન્ટર ચાલ્યા ગયા હતા. ત્યાં થોડી જ વારમાં આ કારમાંથી ઉતરી કેટલાક શખ્સોએ હાથમાં લોખંડના સળીયા, છરી સહિતના હથિયારો (Weapons) લઇ મિત્ર અને તેના ભાઈ પર હુમલો (Attack) કર્યો હતો. જેમાં મીત અને તેના મિત્રોને ઈજા થતાં 108 મારફતે સિવિલમાં ખસેડાયા હતા. જે બાદ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગરમાં કાર ઓવરટેક મામલે 10 લોકોના ટોળાએ યુવાન અને તેના મિત્રો પર હુમલો કર્યો આ પણ વાંચો: વેરાવળમાં એક સંગઠનના કાર્યકર્તાઓ પર અને પોલીસકર્મી ઉપર જીવલેણ હુમલાના પ્રકરણમાં વધુ 6 આરોપીઓ ઝડપાયા
રાયોટીંગનો ગુનો સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં નોંધાયો
DySP એમ.કે.રાણાએ જણાવ્યું હતુ કે, મિત પટેલે ફરિયાદમાં લખાવ્યું હતું કે, હું કારમાં જતો હતો ત્યારે રાત્રે દસ વાગે કાર ચાલકને કાર ઓવરટેક (Overtake) કરતા તેમને સરખી ચલાવવા માટે ઠપકો આપ્યો હતો. જેથી સેક્ટર 4 પાસેના શોપિંગ સેન્ટરમાં કેટલાક શખ્સોએ આવી અમને ગળદા પાટું માર્યા હતા. દૂધના કેરેટ અને લોખંડના સળીયા તેમજ લાફા ઝીંકી દીધા હતા. આ અંગે રાયોટીંગનો ગુનો સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
ગાંધીનગરમાં કાર ઓવરટેક મામલે 10 લોકોના ટોળાએ યુવાન અને તેના મિત્રો પર હુમલો કર્યો આ પણ વાંચો: ગીર-સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં શુક્રવારે થયુ જૂથ અથડામણ, 25 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો
સામાન્ય તકરારમાં આ ઝઘડો મોટો થયો
આ હુમલા (Attack) માં મિત સુરેશભાઈ પટેલ, મનન પટેલ, હર્ષભાઈને ઈજા થતાં સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં ગાંધીનગર ખાતે સારવાર માટે ખસેડાયા હતા. PI એસ.એસ.પવારની આગેવાની હેઠળ આ તપાસ ચાલુ છે. એસ.એસ.પવારે કહ્યું કે, સામાન્ય તકરારમાં આ ઝઘડો મોટો થયો હતો. જોકે સિવિલ લઈ જવાયેલા યુવાનોને વધુ ગંભીર ઇજા પહોંચી નથી.