- જિલ્લા પંચાયતના આંકડા વિભાગમાં લાગી આગ
- આગમાં કોઈ જાનહાની નહીં ફર્નિચર અને મટીરીયલ બળીને ખાખ
- આગ પર કાબુ મેળવવામાં દોઢથી બે કલાક લાગ્યા
ગાંધીનગર : મંગળવારે સવારે 9.30 વાગ્યે જિલ્લા પંચાયતના આંકડા વિભાગની બિલ્ડિંગમાં આગની (Fire In Gandhinagar) ઘટના બની હતી. આગનું કારણ હજૂ પણ અકબંધ છે. આગની જાણ થતા જ ફાયર વિભાગની (Fire Department) ત્રણ ગાડીઓને ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને તત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો. બિલ્ડિંગના પહેલા માળે આગ લાગી હોવાથી નીચેના ભાગ સુધી આગ પહોંચતા પહેલાં દોઢથી બે કલાકની અંદર જ કાબુ મેળવવમાં આવ્યો હતો.
ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
ચીફ ફાયર ઓફિસર મહેશ મોઢે કહ્યું કે, નિયમિત ઓફિસ શરૂ થતા પહેલા આગની ઘટના બની હતી. જેથી ફાયર વિભાગને પણ મોડી જાણ કરવામાં આવી હતી. આંકડા વિભાગની આ બિલ્ડિંગની ચારે બાજુ આગ પ્રસરી હતી, આગનું સ્વરૂપ મોટું હતું. જેથી ફાયરની ત્રણ ગાડીઓ અહીં તહેનાત કરી દેવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ચારે બાજુથી આંકડા વિભાગની આ બ્રાન્ચને 3 ગાડીઓથી કવર કરવામાં આવી હતી અને પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો, જેથી આગ અન્ય વિભાગો સુધી પહોંચે એ પહેલાં જ આગ પર કાબુ મેળવ્યો હતો.