ગાંધીનગરઃ ગાંધીનગર શહેરના સેક્ટર 2માં રહેતા પુત્રના ઘેર અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતી 70 વર્ષીય વૃદ્ધા સારવાર માટે આવી હતી. જેનું સેમ્પલ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે લેવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો. તેની સાથે આજે એક જ દિવસમાં ગાંધીનગર શહેરમાં ત્રણ અને જિલ્લામાં બે કેસ પોઝિટિવ આવ્યાં છે. ગાંધીનગર જિલ્લાના દહેગામના એક પુરુષનો કોરોના રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિની વય 28 વર્ષ છે.
ગાંધીનગરઃ દાણીલીમડાથી આવેલાં વૃદ્ધા પોઝિટિવ, દહેગામમાં પણ નોંધાયો કેસ
ગાંધીનગર શહેર બીજું અમદાવાદ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ટ્વીન સિટી હોવાના કારણે લોકોની અવરજવર વધારે છે.આજે એક જ દિવસે 4 દર્દી સામે આવ્યાં બાદ વધુ એક 70 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો દહેગામના 28 વર્ષના એક પુરુષનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
ગાંધીનગરઃ દાણીલીમડાથી આવેલાં વૃદ્ધા પોઝિટિવ, દહેગામમાં પણ નોંધાયો કેસ
ગાંધીનગર શહેર એક સમય માટે કોરોનામુક્ત થઈ ગયું હતું. પરંતુ હવે આ કેસમાં વધારો આવી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી રોજના બે કરતાં વધુ કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે નાગરિકો માટે ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે.