ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં કોરોનાથી 802 મોત, 24 કલાકમાં 363 કેસ, 29 મોત, 392 ડિસ્ચાર્જ

રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાયરસ અટકવાનું નામ લેતો નથી તંત્ર દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ નિરર્થક સાબિત થઈ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 363 કેસ નોંધાયાં છે અને કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 29 દર્દીનાં મોત થયાં છે.

રાજ્યમાં કોરોનાથી 802 મોત, 24 કલાકમાં 363 કેસ, 29 મોત, 392 ડિસ્ચાર્જ
રાજ્યમાં કોરોનાથી 802 મોત, 24 કલાકમાં 363 કેસ, 29 મોત, 392 ડિસ્ચાર્જ

By

Published : May 22, 2020, 8:50 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 13273 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. જોકે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી 392 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. સમગ્ર રાજ્ય કોરોનાગ્રસ્ત થઈ ગયું છે, ત્યારે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં અમદાવાદમાં 275, વડોદરામાં 21, સૂરતમાં 29, સાબરકાંઠા 11, સુરેન્દ્રનગર 5, ગીર સોમનાથ 4, ગાંધીનગર, ખેડા, કચ્છ, જૂનાગઢ 3-3, આણંદ, મહેસાણા 2-2, રાજકોટ અને વલસાડમાં એક એક કેસ સામે આવ્યો છે.

રાજ્યમાં કોરોનાથી 802 મોત, 24 કલાકમાં 363 કેસ, 29 મોત, 392 ડિસ્ચાર્જ

રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે જેને લઇને રાજ્યનો કુલ આંકડો 13,273 પર પહોંચ્યો છે જેમાં માત્ર અમદાવાદના જ 9724 કેસ થાય છે. રાજ્યના આરોગ્ય અગ્રસચીવ ડૉક્ટર જયંતી રવિએ આ માહિતી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details