ગુજરાત

gujarat

ETV Bharat / city

વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઃ ભાજપ આગેવાનોએ ચૂંટણી પંચની મુલાકાત લીધી - આઈ કે જાડેજા

ગુજરાતમાં આઠ પેટા ચૂંટણીની તારીખો જાહેર થતા ચૂંટણીની કામગીરીને લઇને ભાજપના આગેવાનોએ ગુજરાત ચૂંટણી પંચની મુલાકાત લીધી હતી અને ચૂંટણીપંચ સાથે ચર્ચાઓ કરી હતી. જેમાં વોટીંગ કેવી રીતે કરવું, બૂથનું આયોજન અને વિધાનસભા વિસ્તારમાં ઉમેદવારોના કાર્યક્રમ મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.

8 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઃ ભાજપ આગેવાનોએ ચૂંટણી પંચની મુલાકાત લીધી
8 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઃ ભાજપ આગેવાનોએ ચૂંટણી પંચની મુલાકાત લીધી

By

Published : Oct 7, 2020, 7:52 PM IST

ગાંધીનગર : ચૂંટણી પંચ સાથેની મુલાકાત બાદ ભાજપના ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજાએ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, આગામી 8 વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચને મળવા ગયાં હતાં. અમારી કોઇ રજૂઆત ન હતી. પરંતુ કેટલીક બાબતોની સ્પષ્ટતા માટે મુલાકાત લીધી હતી. જેમાં પ્રત્યેક વિધાનસભામાં જે બૂથનું વિભાજન કરવામાં આવ્યું છે એટલે કે લગભગ દરેક વિધાનસભા વિસ્તાર વધારવામાં આવ્યાં છે ત્યારે તે બૂથો ઉપર કયા પ્રકારની વ્યવસ્થાઓ ચૂંટણી પંચદ્વારા કરવામાં આવી છે તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

રજૂઆતો નહીં, કેટલીક સ્પષ્ટતાઓ માટે મુલાકાત કરી

આ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા મતદાન સમયે કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે તે બાબતે પણ ચર્ચા સાથે કોવિડ પ્રમાણેની કામગીરી પર ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આઠ વિધાનસભા વિસ્તારમાં આવેલા કોરોના પોઝિટિવ દર્દીઓ અને શંકાસ્પદ કેસના દર્દીઓ કઈ રીતે મતદાન કરી શકશે અને કઇ પદ્ધતિથી તેઓ મતદાન કરશે તે અંગે પણ વિચારણા અને ચર્ચાઓ ચૂંટણી પંચ સાથે કરવામાં આવી હતી.

ચૂંટણી પંચ સાથેની મુલાકાત બાદ ભાજપના ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજાએ માહિતી આપી
જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીના જાહેર કાર્યક્રમો કરવાના હોવાથી આ વર્ષે જાહેર કાર્યક્રમ બાબતે પક્ષ કઈ રીતે તેની વ્યવસ્થા કરે અને કેટલી સંખ્યામાં લોકોને જોડી શકાય અને જાહેર કાર્યક્રમો માટે ચૂંટણી પંચની કયા પ્રકારની કાર્યવાહી રહેશે તે માર્ગદર્શિકા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોએ શું કરવાનું થાય તે અંગેની પણ ચૂંટણી પંચ સમક્ષ ચર્ચા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details