ગુજરાત

gujarat

ETV Bharat / city

438 જવાનોએ શપથ લીધા, જવેલર્સ ચોરી બાબતે રાજ્યમાં સતત પેટ્રોલીંગ શરૂ: પ્રદીપસિંહ જાડેજા - પેટ્રોલિંગ

રાજ્યમાં એલઆરડી જવાનોના આંદોલન વચ્ચે આજે ગાંધીનગર કરાઈ એકેડેમી ખાતે 438 જવાનોનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં કુલ 438 જેટલા જવાનો શપથ ગ્રહણ કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા ગૃહ સચિવ પંકજ કુમાર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

438 જવાનોએ શપથ લીધા, જવેલર્સ ચોરી બાબતે રાજ્યમાં સતત પેટ્રોલીંગ શરૂ : પ્રદીપસિંહ જાડેજા
438 જવાનોએ શપથ લીધા, જવેલર્સ ચોરી બાબતે રાજ્યમાં સતત પેટ્રોલીંગ શરૂ : પ્રદીપસિંહ જાડેજા

By

Published : Jan 7, 2021, 8:22 PM IST

  • ગાંધીનગર કરાઈ એકેડેમીમાં 438 જવાનોએ શપથ લીધા
  • લોકરક્ષક દળમાં 438 જવાનોએ પોલીસ તરીકે શપથ લીધા
  • ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ
  • જાડેજાની શિખામણ પબ્લિક તમને જોઈ રહી છે, બધાના હાથમાં મોબાઈલ છે

ગાંધીનગરઃ દીક્ષાંત સમારોહ દરમિયાન રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ નવા પોલીસ જવાનોને દીક્ષાંત સમારોહમાં ખાસ શિખામણ આપી હતી. જાડેજાએ શિખામણ આપતાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના જમાનામાં લોકોના હાથમાં મોબાઈલ હોય છે. લોકો પોલીસની કામગીરીનું આંકલન કરતા હોય છે. આથી તમારે લોકોનું વિચારીને પણ પોતાની ફરજ નિભાવવી પડશે જ્યારે ગુજરાત પોલીસ અને તમારા પરિવારને ગૌરવ થાય તેવું કામ કરવાનું છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં હવે પોલીસ નહીં પરંતુ સ્માર્ટ પોલીસ ની જરૂર છે તે દિશામાં પણ આગળ વધવું પડશે.

જવેલર્સ ચોરી બાબતે રાજ્યમાં સતત પેટ્રોલીંગ શરૂ
જવેલર્સમાં લૂંટ બાબતે રાજ્યમાં પેટ્રોલીંગ શરૂ

છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદ અને સુરતમાં જવેલર્સ પર ફાયરિંગની અને લૂંટની અને ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આ બાબતે રાજ્ય કક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને અત્યારે સમગ્ર રાજ્યમાં જ્યાં પણ જ્વેલરી શોપ અને બજાર છે ત્યાં પોલીસનું પેટ્રોલીંગ સતત વધારી દેવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા બે દિવસની અંદર નોંધાયેલી ઘટનાઓમાં પણ પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરી છે.


લવ જેહાદમાં કાયદો પ્રમાણેની કાર્યવાહી થશે

અમદાવાદના વટવા વિસ્તારમાં લવ જેહાદનો કેસ સામે આવ્યો હતો. આ બાબતે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં લવ જેહાદના જે કેસો સામે આવ્યા છે તેમાં કાયદો કાયદાનું કામ કરશે અને કાયદા પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details