ગાંધીનગરઃ ગાંધીનગર શહેરમાં કલ્પતરૂ પાવર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કંપનીમાં અને કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે. ભયના ઓથાર હેઠળ આ તમામ કર્મચારીઓ મજબૂરીના માર્યા ફરજ બજાવતાં હતાં. તેવા સમયે આજે આ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો અને કોલવડા ગામમાં રહેતો 39 વર્ષીય પુરુષ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ કર્મચારીઓ દ્રારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમ છતાં કંપની ચાલુ જ રાખવામાં આવતાં આજે એક કેસ સામે આવ્યો છે.
કલ્પતરૂ પાવર કંપનીનો ગાર્ડ, નર્મદા નિગમના DySo સહિત 4 લોકો કોરોના પોઝિટિવ, આંકડો 200 નજીક - નર્મદા નિગમ
ગાંધીનગર શહેરના સેક્ટર 28 જીઆઇડીસીમાં આવેલી કલ્પતરૂ પાવર પ્રાઇવેટ લિમિટેડ કંપની કંપની સોશિયલ ડિસ્ટન્સ વગર જ કામગીરી કરવામાં આવી રહી છે. તેવા સમયે પણ કોઈ જ તકેદારી રાખવામાં આવી નથી. ત્યારે આજે આ કંપનીમાં ફરજ બજાવતો સિક્યુરિટી ગાર્ડ પોઝિટિવ આવતાં ફરજ ઉપર આવતાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. તેની સાથે સેક્ટર 3ડી, છાલા અને ભાટમાં એક એક કેસ સામે આવ્યો છે.
કલ્પતરૂ પાવર કંપનીનો ગાર્ડ, નર્મદા નિગમના DySo સહિત 4 લોકો કોરોના પોઝિટિવ, આંકડો 200 નજીક
બીજી તરફ ગાંધીનગર તાલુકાના છાલા ગામમાં અગાઉ ગામના પીએચસી સેન્ટરમાં ફરજ બજાવતી નર્સ પોઝિટિવ આવી હતી તે ફળિયામાં વધુ એક 55 વર્ષીય પુરુષ પોઝિટિવ આવ્યાં છે. જ્યારે ભાટ વાણીયા વાસમાં રહેતો 47 વર્ષીય પુરુષ પોઝિટિવ આવેલ છે. જ્યારે ગાંધીનગર શહેરમાં આજે એક કેસ સામે આવ્યો છે. સેક્ટર 3dમાં રહેતાં અને નર્મદા નિગમ કચેરીમાં સેક્સન ઓફિસર તરીકે ફરજ બજાવતા કર્મચારી પોઝિટિવ આવ્યાં છે. ત્યારે જિલ્લાનો આંકડો હવે 200ની નજીક પહોંચી ગયો છે.