- રાજ્યમાં કોરોનાના કેસોમાં ધીમી ગતિએ થઈ રહ્યો છે વધારો
- આજે 30 પોઝિટિવ કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 200 નજીક
- અમદાવાદમાં કોરોનાના 7 કેસ નોંધાયા
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર (Second Wave Of Corona) બાદ કોરોના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો કોરોનાના નવા 30 કેસો નોંધાયા છે. રાજ્યના કોર્પોરેશન અમદાવાદ (Ahmedabad Corporation)માં કોરોનાના 7 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 3 , વડોદરામાં 7 કેસો નોંધાયા છે.
વલસાડમાં કોરોનાના કેસો વધ્યા
ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસથી વલસાડમાં કેસો વધી રહ્યા છે. વલસાડમાં આજે 4 પોઝિટિવ કેસો નોંધાયા છે. તો નવસારી-જૂનાગઢમાં 3-3 કેસો નોંધાયા છે. રાજકોટ કોર્પોરેશનમાં 1 જ કેસ નોંધાયો છે. કોરોના પોઝિટિવના તમામ શહેરોમાં સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક સમયથી અન્ય જિલ્લાઓમાં પણ કેસો નહિવત પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. સારવાર દરમિયાન એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.
મોટાભાગના જિલ્લાઓમાં કોરોનાના જીરો કેસ
રાજ્યમાં 27 લોકોનો હોસ્પિટલમાંથી કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવતા રજા આપવામાં આવી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી કેટલાક જિલ્લાઓને બાદ કરતા મોટાભાગના જિલ્લાઓમાં કોરોનાના જીરો કેસ નોંધાયા છે. મહત્વનું છે કે આજે 3 લાખ કરતા વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કોરોના વેક્સિનના 7,13,28,377 ડોઝ આપવામાં આવ્યા છે.