ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજયમાં 24 કલાકમાં ફક્ત 3 કોર્પોરેશન અને 3 જિલ્લામાં કુલ 17 પોઝિટિવ કેસ, 15 દર્દીઓ કોરોના માત આપી

રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ આ કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે ત્યારે 8 સપ્ટેમ્બર  રોજ સમગ્ર રાજ્યમાં ફક્ત 17 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બીજી વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓ માંથી ફક્ત 3 જ કોર્પોરેશન વિસ્તારમાં એટલે કે અમદાવાદ બરોડા અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં જ કોરોનાના કેસ નોંધાયા છે.

રાજયમાં 24 કલાકમાં ફક્ત 3 કોર્પોરેશન અને 3 જિલ્લામાં કુલ 17 પોઝિટિવ કેસ, 15 દર્દીઓ કોરોના માત આપી
રાજયમાં 24 કલાકમાં ફક્ત 3 કોર્પોરેશન અને 3 જિલ્લામાં કુલ 17 પોઝિટિવ કેસ, 15 દર્દીઓ કોરોના માત આપી

By

Published : Sep 8, 2021, 8:39 PM IST

  • કોરોના કન્ટ્રોલમાં, છેલ્લા 24 કલાકમાં 17 પોઝિટિવ કેસ નોંધાયા
  • 15 દર્દીઓ કોરોનાને માત આપી
  • 3 કોર્પોરેશન અને 3 જિલ્લાઓ છોડીને તમામ જિલ્લામાં એક પણ કેસ નહીં
  • અમદાવાદમાં 06 બરોડા 03 સુરતમાં 03 અને ભાવનગર 00 કેસ


    ગાંધીનગર : રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત અને બરોડા કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અન્ય તમામ કોર્પોરેશન વિસ્તાર અને 30 જિલ્લાઓમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 06 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 03 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.


    આજે 5,32,588 નાગરિકોને વેકસીન અપાઈ

    08 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 5,32,588 કોરોના રસીના ડોઝ અપાયા છે. આજે ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 2,28,026 લોકોને વેકસીન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 1,54,252 ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે આજે ગુજરાતમાં રસીકરણ નો આંકડો 5 કરોડને પાર થયો છે રાજ્યમાં કુલ 5,07,95,349 નાગરિકોને વેકસીનેશન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 151

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 151 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 06 વેન્ટિલેટર પર અને 145 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,082 દર્દીના સારવાર દરમિયાન નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,15,311 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ રાજયમાં 24 કલાકમાં માત્ર 4 કોર્પોરેશન અને 3 જિલ્લામાં કુલ 18 પોઝિટિવ કેસ, 21 દર્દીઓએ આપી કોરોનાને માત, એક મૃત્યુ

ABOUT THE AUTHOR

...view details