- વીડિયોગ્રાફીથી ખરીદ પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરાશે
- CCTV કેમેરાના નિરીક્ષણ હેઠળ ખરીદી કરાશે
- તમામ સેન્ટરો પર કામગીરીમાં 450થી વધુ કર્મચારીઓ રોકાયેલા રહેશે
ગાંધીનગર: રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદી (Purchase of groundnuts) કરવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મંગળવાર સવારે 9 કલાકથી લાભ પાંચમથી મગફળીના ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલ જામનગર ખાતેથી મગફળી ખરીદીની શરૂઆત કરાવશે, ત્યારે રાજ્યના નક્કી કરાયેલા 155 APMC કેન્દ્રો પર મગફળી ખરીદ પ્રક્રિયા હાથ ધરાશે. મગફળી ખરીદીના અગાઉના કડવા અનુભવોને ધ્યાને રાખી ચાલુ વર્ષે નિગમે ખરીદ પ્રક્રિયા દરમિયાન કોઈ અઘટિત ઘટના ના બને તેના માટે 120 અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપી છે.
ખેડૂતોને SMS કરી આગાઉથી જાણ કરવામાં આવશે
અન્ન નાગરિક પુરવઠાના જનરલ મેનેજર સંજય મોદીએ કહ્યું કે, આ કેન્દ્ર પર કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય તેના માટે પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ કલેક્ટરની સાથે મિટિંગ થઈ હતી. ત્યાર બાદ મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે. તમામ જિલ્લામાં આ સુવિધા અપાશે. આ ઉપરાંત દરેક APMC સેન્ટર ખાતે અમારા કેન્દ્ર CCTV કેમેરા અને કોમ્પ્યુટરથી ઓપરેટર થશે. કોમ્પ્યુટર, પ્રિન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેટલા ખેડૂતો વેચવા આવે છે તેનો અંદાજ લગાવી અમે રોજ એક સેન્ટર પર 50થી લઈને 100 ખેડૂતોને SMS કરીશું. એ રીતે ખેડૂતો આવતા જશે અને ખરીદી થતી જશે.
મગફળી ખરીદીમાં કૌભાંડ ના થાય માટે સેમ્પલ તપાસ કરતી એજન્સી પર પણ સુપરવિઝન રખાશે
મગફળી કૌભાંડ ના થાય તેને લઈને તેમને વધુમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આ બનાવ બન્યો હતો, પરંતુ જ્યારથી નિગમે આ કામ હાથમાં લીધું છે અને સરકારે જ્યારથી નિગમને સ્ટેટ લેવલ નોડલ એજન્સી બનાવી છે, ત્યારથી આ પ્રકારના કોઈ બનાવ બન્યા નથી. તકેદારીના ભાગરૂપે તેના માટે CCTV કેમેરા, વિડિયોગ્રાફીથી મોનીટરીંગ કરીએ છીએ. આ ઉપરાંત ગ્રીડિંગ એજન્સી છે, કે જે મગફળીના સેમ્પલ લઈ તેને પાસ કે રિજેક્ટ કરે છે. તેના ઉપર પણ સુપરવિઝન માટે ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના 150 અધિકારી-કર્મચારીઓને પણ સતત નજર રાખવા સૂચન કર્યા છે, તેઓ સતત નજર રાખી સુપરવિઝન કરશે. આ ઉપરાંત 120 જેટલા કર્મચારી, અધિકારીઓને પણ એપ્રેન્ટિસ એક્ટ અંતર્ગત સુપરવિઝન માટે લીધા છે. જેઓ સતત મોનિટરિંગ કરશે.
આ વર્ષે આ પ્રકારની વ્યવસ્થાનું આયોજન
વીડિયોગ્રાફીથી ખરીદ પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરાશે
CCTV કેમેરાના નિરીક્ષણ હેઠળ ખરીદી કરાશે