ગાંધીનગર: સંસદીય લોકશાહી પદ્ધતિમાં વિધાનસભાનું મહત્વનું યોગદાન હોય છે, જ્યારે કારોબારીનો વહીવટ યોગ્ય ચાલે છે કે નહીં તે જોવાની ફરજ વિધાનસભાની છે અને બેઠકો મળી શકે નહીં તેવા સંજોગોમાં કારોબારીના બધા કાર્યોની સમીક્ષા સભાગૃહમાં થઈ શકે નહીં. આથી વિધાનસભાના માધ્યમ દ્વારા સરકારી નીતિ વિષયક નિર્ણયોના કામોની સમીક્ષા કરવા માટે વિધાનસભામાં કુલ 18 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે.
વિધાનસભામાં 18 સમિતિની રચના કરાઈ, અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી જાહેરાત - વિધાનસભાની નવી રચાયેલી સમિતિ
વિધાનસભાના માધ્યમ દ્વારા સરકારી નીતિ વિષયક નિર્ણયોના કામોની સમીક્ષા કરવા માટે વિધાનસભામાં કુલ 18 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ સરકાર દ્વારા પુરૂં પાડવામાં આવેલા સાહિત્યનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને વિભાગના ટોચના અધિકારીઓની બેઠકમાં તપાસ કરશે. આ સાથે સાથે જ સમિતિઓનું કામકાજ રાજકારણથી પર રહીને કરવામાં આવશે.
આ અંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વિધાનસભામાં મુખ્યત્વે 4 નાણાકીય સમિતિઓની રચના કરવામાં આવી છે. નાણાકીય સમિતિઓની રચના ચૂંટણી દ્વારા કરવામાં આવી છે. જેમાં જાહેર હિસાબ સમિતિ, અંદાજ સમિતિ, જાહેર સાહસોની સમિતિ, પંચાયતી રાજ સમિતિની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે 14 જેટલી બિન નાણાકીય સમિતિઓની પણ રચના કરવામાં આવી છે. આ સમિતિઓ સરકાર દ્વારા પુરૂં પાડવામાં આવેલા સાહિત્યનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને વિભાગના ટોચના અધિકારીઓની બેઠકમાં તપાસ કરશે. આ સાથે સાથે જ સમિતિઓનું કામકાજ રાજકારણથી પર રહીને કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની કમિટીમાં સૌથી અગત્યની સમિતિ જાહેર હિસાબ સમિતિ છે. સરકાર નાણાકીય હિસાબો AG દ્વારા ઓડિટ થાય છે, તે હિસાબો તપાસવાનું કામ કાજ આ સમિતિ કરે છે. આ સમિતિનું કામકાજ તટસ્થતા પૂર્વક થાય તે માટે આ સમિતિના ચેરમેન તરીકે વિરોધ પક્ષના સભ્યોને મૂકવામાં આવે છે.
વિધાનસભામાં રચાયેલી સમિતિ અને પ્રમુખના નામ
- જાહેર હિસાબ સમિતિ: પુંજા વંશ
- જાહેર સાહસો માટેની સમિતિ: ડૉક્ટર નીમા આચાર્ય
- અંદાજ સમિતિ: બાબુ બોખીરીયા
- પંચાયતી રાજ સમિતિ: ગોવિંદ પટેલ
- બિન સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિ: વિરેન્દ્રસિંહ જાડેજા
- ગૌણ વિધાન સમિતિ: અરૂણસિંહ રાણા
- નિયમો માટેની સમિતિ: વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી
- સરકારે આપેલી ખાતરીઓ માટેની સમિતિ: વલ્લભ કાકડીયા
- અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ: નરેશ પટેલ
- સભાસદોની બેઠકોમાંથી સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિ: અર્જુન સિંહ ચૌહાણ
- સદસ્ય નિવાસ સમિતિ: પૂર્ણેશ મોદી
- સભાગૃહ નામે જ ઉપર મુકાયેલા કાગળ માટેની સમિતિ: ડૉક્ટર આશા પટેલ
- અરજી સમિતિ: પ્રવીણ ઘોઘારી
- વિશેષાધિકાર સમિતિ: રાકેશ શાહ
- સભ્યોના જથ્થા અંગેના નિયમો માટેની સમિતિ: જીતેન્દ્ર સુખડિયા
- ગ્રંથાલય સમિતિ: અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી
- અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટેની સમિતિ: પ્રદીપ પરમાર
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિ: આર.સી.મકવાણા