- છેલ્લાં 24 કલાકમાં 13,847 પોઝીટીવ કેસ નોંધાયા
- 10,582 દર્દીઓએ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 172 દર્દીઓના મોત નિપજ્યા
- સૌથી વધુ મોત અમદાવાદમાં 21 દર્દીના મોત નોંધાયા
ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5000થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 4,980 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 3,182 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે સુરતમાં 1,795 રાજકોટમાં 605 અને બરોડામાં 547 પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 10,180 કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થયા
રાજ્યમાં આજે શનિવારે 55,235 યુવાનોને વેક્સિનેશન કરાયું
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે રાજ્યમાં જ્યારે આજે શનિવારે 98,11,863 વ્યક્તિઓના પ્રથમ ડોઝનું અને 24,92,496 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે સમગ્ર રાજ્યમાં 1,23,04,359ને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા આજે શનિવારે 18 વર્ષથી ઉપરના યુવાનોને રસીકરણનો ચોથો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આજે શનિવારે ગુજરાત રાજ્યમાં ફક્ત 10 જિલ્લાની અંદર જ વેક્સિન મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવ્યું હતું.