ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં કોવિડ-19ના નવા 1190 કેસ, ડિસ્ચાર્જ 1193, કુલ કેસ 91329

રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસ રોજ નવો વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 90 હજારને પાર થયો છે. ત્યારે 24 કલાકમાં વધુ 1190 કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે.

1190 new cases of Covid-19 in 24 hours in the state total cases 91329
રાજ્યમાં 24 કલાકમાં કોવિડ-19ના નવા 1190 કેસ, કુલ કેસ 91329

By

Published : Aug 27, 2020, 8:46 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 90 હજારને પાર થયો છે. ત્યારે 24 કલાકમાં નવા 1190 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 17 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 91329 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, 1193 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.

રાજ્યમાં 24 કલાકમાં કોવિડ-19ના નવા 1190 કેસ, કુલ કેસ 91329
ગુજરાત કોરોના વાઈરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 169, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 143, વડોદરા કોર્પોરેશન 89, સુરત 89, રાજકોટ કોર્પોરેશન 66, જામનગર કોર્પોરેશન 79, અમરેલી 30, વડોદરા 34, ભાવનગર કોર્પોરેશન 30, રાજકોટ 30, પંચમહાલ 28, કચ્છ 27, મોરબી 24, ભરૂચ 21, ભાવનગર 21, મહેસાણા 21, અમદાવાદ 20, ગાંધીનગર કોર્પોરેશન 20, દાહોદ 19, બનાસકાંઠા 17, દેવભૂમિ દ્વારકા 17, ગીર સોમનાથ 17, પાટણ 16, જૂનાગઢ કોર્પોરેશન 15, બોટાદ 14, નર્મદા 14, જુનાગઢ 13, નવસારી 12, છોટાઉદેપુર 11, મહીસાગર 11, જામનગર 10, ગાંધીનગર 8, ખેડા 8, આણંદ 7, તાપી 7, ડાંગ 7, સાબરકાંઠા 7, પોરબંદર 5, સુરેન્દ્રનગર 5, વલસાડ 5 અને અરવલ્લીમાં 4 કેસ સામે આવ્યા છે.આ ઉપરાંત 91 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2964 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધું 30845 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ 5 મહાનગરોમાં સામે આવી રહ્યાં છે. સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 169 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 89 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 258 સામે આવ્યાં છે. જો કે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details