રાજ્યની સરકારી, ખાનગી હોસ્પિટલમાં કોરોના સારવાર માટે 10,500 બેડની સુવિધા
ગુજરાત રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં કોરોના હોસ્પિટલમાં 4,000 બેડની ક્ષમતા સાથે ઊભી કરીને સારવાર શરુ કરી છે. રાજ્યમાં જિલ્લા મથકો ઉપર 25 સરકારી અને 31 ખાનગી હોસ્પિટલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડાયેલી તેમજ જિલ્લા કલેકટર દ્વારા કોવીડ-19 હોસ્પિટલ તરીકે માન્યતા અપાયેલી હોય તેવી 3 પ્રાઇવેટ હોસ્પિટલ સાથે 10,500 બેડની કુલ ક્ષમતા સાથે ઊભી કરવામાં આવી છે.
રાજ્યની સરકારી ખાનગી હોસ્પિટલમાં કોરોના સારવાર માટે 10,500 બેડની સુવિધા
ગાંધીનગરઃ આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે, કોરોનાની સારવાર માટે જરૂરી મોંઘા વેન્ટિલેટરની વિશ્વ આખામાં તીવ્ર માંગ છે, એવા સમયે રાજકોટના એક સ્થાનિક ઉત્પાદક જ્યોતિ સીએનસી દ્વારા માત્ર એક લાખ રૂપિયાની કિંમતે સ્વદેશી ધમણ વેન્ટિલેટરનું ઉત્પાદન કરીને તેનો સફળતાપૂર્વક પ્રયોગ પણ કર્યો છે. રાજ્યમાં હાલની સ્થિતિમાં સરકારી હોસ્પિટલોમાં 1061 વેન્ટિલેટર તેમજ ખાનગી હોસ્પિટલોમાં 1700 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. ઉપરાંત 1000 વેન્ટિલેટર માટે ઓર્ડર આપી દેવાયો છે.